મહેસાણા જિલ્લાના બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં કેમ્પ યોજાયો, 64 બાળકોએ લાભ લીધો | A camp was held at Civil Hospital for children of Mehsana district, 64 children benefited | Times Of Ahmedabad

મહેસાણા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં 155 બાળકો જુવેનાઇલ ડાયાબિટીશથી પીડિત

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના તમામ જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મહેસાણા સિવિલ ખાતે કેમ્પનું આયોજન કર્યું હતું. મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકા માંથી આરબી એસ કે ટીમના ડોક્ટરો દ્વારા બાળકો કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. જેમાં લાભાર્થીનું જનરલ હોસ્પિટલ મહેસાણાના નિષ્ણાંત તબીબો અને સિવિલ સ્ટાફ અને ડી ઇ આઈ સી સ્ટાફ દ્વારા સ્ક્રિનિંગ એચબીએવનસી જેવા ટેસ્ટ અને ડોક્ટર વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્સ્યુલિનનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત આ બાળકોનું રૂટિન ઇન્સ્યુલિન વિના મૂલ્ય મળી રહે અને દર ત્રણ મહિને જરૂરી લેબોરેટરી ટેસ્ટ દ્વારા ફોલો અપ કરવાનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી કરવા જઈ રહ્યા છે.

મહેસાણા સિવિલ ખાતે ના કેમ્પમાં કુલ 64 જુવે નાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો એ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન ચેર સાઉથ ઇસ્ટ એશિયા ડોક્ટર બંસી ભાઈ સાબુ ની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.ડોક્ટર વાસુદેવ રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ડોક્ટર સ્મિતા રાવલ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિસ પાંચ લાભાર્થીઓને ગ્લુકોમીટર નું વિતરણ કરવામાં આવ્યું અને બાળકોને ફ્રીમાં ઇન્સ્યુલિન નો વાયલ આપવામાં આવ્યો આજના કેમ્પમાં અપ્થેલ મુ મલોજિસ્ટ દ્વારા આંખની તપાસ દરમિયાન તેર બાળકો રિફેકટીવ એરર ના મળી આવ્યા જેને નજીકના સરકારી દવાખાન ખાતેથી ફ્રીમાં વિનામૂલ્ય ચશ્મા આપવામાં આવશે અને એક બાળક જન્મજાત મોતિયા સાથે મળી આવ્યું અને એક બાળક ડાયાબીટીક રટાઈનો પી થી સાથે નિદાન થયું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم