Sunday, April 30, 2023

સુરેન્દ્રનગર જિલ્લામા સતત ચોથા દિવસે કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો, કુલ 7 કેસ એક્ટિવ | Surendranagar district has not reported a single case of corona for the fourth consecutive day, a total of 7 active cases | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા સતત ચોથા દિવસે પણ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. જ્યારે આજે કોરોના પોઝિટિવના એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 105માંથી 98 દર્દીઓ સાજા થતા 7 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.30 એપ્રિલને રવિવારે 2 આરટીપીસીઆર અને 2 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 4 જ કોરોના ટેસ્ટ કરવામા કરવામા આવ્યા હતા.

જ્યારે આજે એકપણ દર્દીને રજા ન અપાતા જિલ્લામાં કુલ 105 કેસોની સામે 98 લોકો કોરોનામુક્ત બનતા 7 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં સાયલા-1, થાનગઢ-2 અને વઢવાણ પંથકમાં 4 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. છતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, થાનગઢ અને સાયલા તાલુકામાં જ હાલ કોરોના એક્ટિવ કેસ છે. બાકીના તાલુકા હાલ તો કોરોના મુક્ત બન્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.