No results found

    70થી વધુ ગુનાઓ આચરનાર ચીખલીગર ગેંગને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી, ભાગવા જતા પોલીસે 1 કિમી પીછો કર્યો | Surat Police Succeeds In Catching Chikhligar Gang Who Committed More Than 70 Crimes, Escaping Police Chase For 1 Km | Times Of Ahmedabad

    સુરત10 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    ખટોદરા પોલીસ દ્વારા ખૂંખાર ચિકલિગર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. - Divya Bhaskar

    ખટોદરા પોલીસ દ્વારા ખૂંખાર ચિકલિગર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

    સુરતની ખટોદરા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, રાજયના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાડલુંટ, ઘરફોડ,ચોરી, ખૂનની કોશિષ, અપહરણ, પોલીસ ઉપર હુમલો, છેડતી,પોલીસ જાપ્તામાંથી ફરાર તથા મારામારી જેવા 70 થી વધુ ગંભીર ગુનાઓ આચરનાર રીઢા અને ખુંખાર ચીખલીગર ગેંગને ખટોદરા પોલીસે દબોચી લીધી છે.ત્યારે ખટોદરા તેમજ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના અને મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અનેક અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી સોના ચાંદીના દાગીના મોટર સાયકલ મળી રૂ.10,16,200 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

    સુરતની ખટોદરા પોલીસની તેમને બે ખૂંખાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. કટોદરા પોલીસના સર્વેલેન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી કરનાર ચીકલીગર ગેંગ જેવા ઇસમો સોનુ તથા ચાંદી વેચવાની પેરવીમાં એક રાખોડી કલરનું એવેન્જર મો.સા. નંબર વગરની લઇને ખટોદરા ગાંધી કુટીર કચરા પ્લાન્ટ રોડ ઉપરથી પસાર થનાર છે.જેથી સર્વેલેન્સ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી હતી. અને આરોપીઓને પકડવા માટે ગયા હતા.

    આરોપી પોલીસને જોઈ ભાગ્યા

    ખટોદરા પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીઓએ પોલીસને જોઇ ગયા હતા.પોલીસને જોઈ જતા બન્ને આરોપીઓ મોટર સાયકલ લઈને ભાગવા લાગ્યા હતા.ત્યારે પોલીસે બંને આરોપીનો 1 કિમી જેટલો પીછો કરીને આરોપીઓ રાહુલ ઉર્ફે પંડિતસિંહ ઉર્ફે ધર્મસિંહ બાદલ બંજારા અને અર્જુનસીંગ બચ્ચનસિંગ ચીકલીગરને દબોચી લીધા હતા.અને આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આરોપી પકડાયા બાદ પોલીસે તેની સગન પૂછપરછ હાથ ધરતા ખૂબ જ મોટી ચોકાવનારી વિગત પોલીસ સમક્ષ મળી હતી. ત્યારે આ અંગે ડીસીપી સાગર બગમરે જણાવ્યું હતું કે આરોપીઓ રીઢા એન ખૂંખાર ચીકલીગર ગેંગના માણસો છે.તેઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર,રાજસ્થાન, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોના પોલીસ મથકોમાં ધાડ-લૂંટ,ઘરફોડ ચોરી,ખૂનની કોશિશ,અપહરણ,પોલીસ ઉપર હુમલો, છેડતી,પોલિસ જાપ્તામાંથી ફરાર, મારામારી જેવા 70 થી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.

    આરોપી રાહુલ ઉર્ફે ધર્મસિંહ વિરુદ્ધ રાજસ્થાનના પાલી, પરભણી, નાંદેડ, બીડ, અકોલા, જામનગર, રાજુલા સહિતના જુદા જુદા 67 પોલીસ મથકોમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે.તેમજ આરોપી અર્જુનસીંગ ચીકલીગર વિરુદ્ધ જામનગર, ઉપલેટા,ધોરાજી,અજમેરના ક્લોક ટાવર પોલીસ સ્ટેશન,અલ્વર સહિતના 25 પોલીસ મથકોમાં ગુના નોંધાયેલ છે. તેમજ સુરતમાંથી વર્ષ 2015માં બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال