No results found

    આણંદમાં 8 કીમી લાંબી ગટર લાઇનની કુંડીઓ સાફ કરાશે | The culverts of the 8 km long sewer line will be cleaned in Anand | Times Of Ahmedabad

    આણંદ5 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • લોટીયા ભાગોળ કાંસની સફાઇ કરવા સિંચાઇ વિભાગને તાકીદ

    ઉનાળાના એપ્રિલના ત્રીજા સપ્તાહથી આણંદ નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરમાં પાણી ન ભરાય તે માટે ખાસ અભિયાન હાથધરવામાં આવે છે. જે અંતર્ગત શહેરમાં આવેલી 8 કિમી ગટર લાઇન પર આવેલી ચોકઅપ થઇ ગયેલી કુંડી અને શહેરના લોટીયા ભાગોળ કાંસની સફાઇ કામ હાથ ધરવા માટે સિંચાઇ વિભાગને પાલિકાએ જાણ કરી દીધી છે.

    આણંદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં થઇને 110થીવધુ ગટરની કુંડીઓ આવેલી છે. ત્યારે દરવર્ષે આણંદ પાલિકા દ્વારા ચોમાસ પહેલા ઉનાળામાં ગટરની કુંડીઓ સાફસફાઇની કામગીરી હાથધરવામાં આવે છે. ચાલુવર્ષે ગટરની સાફસફાઇ સહિત વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બરો સાફસફાઇ કામગીરી હાથધરવામાં આવે છે.

    હાલમાં પોલસન ડેરી રોડ અને ખાટકીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ નહીં તે માટે અત્યારથી ગટરની કુંડીઓની સાફસફાઇ કામ સેનેટરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસો શહેરના મુખ્યમાર્ગો સહિત સોસાયટીને જોડતી ગટરની કુંડી સાફ કરવામાં આવનાર છે. તેમજ શહેરમાં પસાર થતાં લોટીયા ભાગોળના કાંસની સફાઇ કરવા માટે જે તે વિભાગને જાણ કરવામાં આવી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال