Friday, April 14, 2023

સિદ્ધપુર ડિવિઝનના 8 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો આજે નાશ કરાયો | Police destroyed more than 2 crore worth of liquor seized from 8 police station area of Siddapur Division | Times Of Ahmedabad

પાટણ8 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સિદ્ધપુર ડીવીઝનના 8 પોલીસ સ્ટેશનોમાં વર્ષ-2015 થી 2022 સુધીમાં ભારતીય બનાવટનો વિદેશી/ઇગ્લીશ દારૂનો ગેરકાયદેસર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

સિદ્ધપુર તાલુકાના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાપાયે ઈંગ્લીશ દારૂ તેમજ બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ભારતીય બનાવટ અને ઈંગ્લીશ દારૂના જથ્થાનો સમયાંતરે નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા 2,09,78,752ની કિંમતનો દારૂનો જથ્થાનો નામદાર કોર્ટમાંથી હુકમો મેળવી સમિતિના સભ્યોમાં અધ્યક્ષ સ્થાને સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ પાટણ તથા સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ સિધ્ધપુર તથા નાશબંધી તથા આવકારી પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા, સિધ્ધપુર ડિવિઝન તથા પો.સ્ટે. ઇન્ચાર્જ ઓની હાજરીમાં ગુના-398માં કુલ બોટલો દારૂ નંગ- 96,667તથા બિયર/ ટિન નંગ-17824 મળી કુલ નંગ-1,14491 કિંમત .રૂ.2,09,78,752/-નો દારૂનો જથ્થો સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સરકારી પડતર ખરાબામાં નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.