Monday, April 10, 2023

વડોદરાના સુભાનપુરામાં ટ્યુશન ક્લાસમાં AC માં આગ, વિદ્યાર્થીઓ ધૂમાડા જોઇ ઉતરી ગયા | Fire in AC in tuition class in Subhanpura, Vadodara, students got down seeing smoke | Times Of Ahmedabad

29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરાના સુભાનપુરામાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગી

શહેરના સુભાનપુરા હાઈટેન્શન રોડ ઉપર ચાણક્યપુરી કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ ટ્યુશન ક્લાસના AC માં થી ધૂમાડા નિકળતા કોમ્પ્લેક્ષમાં આવેલી અન્ય ટ્યૂશન ક્લાસ અને ઓફિસ સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. બંધ ટ્યૂશન ક્લાસના AC માંથી નિકળી રહેલા ધૂમાડા આગમાં પરિણમે અને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કોમ્પ્લેક્ષના લોકો પોતાની ઓફિસો છોડી નીચે ઉતરી ગયા હતા. દરમિયાન ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ ઉપર પહોંચી આગ કાબુમાં લીધી હતી.

ધુમાડો ક્લાસમાં ભરાઇ ગયો
મળેલી માહિતી મુજબ સુભાનપુરા ચાણક્યપુરી કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ ટ્યુશન ક્લાસ બંધ હાલતમાં હતો. કોમ્પ્લેક્ષમાં આવેલ અન્ય એક ટ્યૂશન ક્લાસ ચાલુ હતો. દરમિયાન બંધ ટ્યૂશન ક્લાસના એ.સી.માંથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતા. ક્લાસના તમામ બારી-દરવાજા બંધ હોવાથી ધુમાડો ક્લાસમાં ભરાઇ ગયો હતો.

ક્લાસરૂમ ધુમાડાથી ભરાઇ ગયો

ક્લાસરૂમ ધુમાડાથી ભરાઇ ગયો

ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી
બંધ ક્લાસમાંથી ધુમાડાના ગોટા નીકળતા કોમ્પ્લેક્ષમાં આવેલી અન્ય ટ્યૂશન ક્લાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ક્લાસ છોડી નીચે આવી ગયા હતા. તે સાથે કોમ્પ્લેક્ષમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો અને ઓફિસના કર્મચારીઓ નીચે ઉતરી આવ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો વિજયભાઇ બારીયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઓક્સિજન માસ્ક સાથે આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઓક્સિજન માસ્ક પહેરી આગને કાબુમાં લેવાઇ

ઓક્સિજન માસ્ક પહેરી આગને કાબુમાં લેવાઇ

બારી-દરવાજા ખોલી નાંખ્યા
બંધ ક્લાસ ધુમાડાથી ભરાઇ ગયો હોવાથી ફાયર બ્રિગેડના લાશ્કરોને પણ આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ થઇ ગયો હતો. લાશ્કરોએ બેટરી અને માસ્કના સહારા સાથે આગ પાણીમારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સૌ પ્રથમ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા બંધ ક્લાસના બારી-દરવાજા ખોલી નાંખ્યા હતા. ક્લાસના બારી-દરવાજા ખોલી નાંખતા બારીઓમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાની શરૂઆત થઇ હતી.

ક્લાસના વિદ્યાર્થીઓ નીચે ઉતરી ગયા

ક્લાસના વિદ્યાર્થીઓ નીચે ઉતરી ગયા

વીજ પુરવઠો બંધ
સદભાગ્યે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગના આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. આગના બનાવને પગલે કોમ્પ્લેક્ષ તેમજ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વીજ પુરવઠો બંધ થઇ જતા છેલ્લા બે દિવસથી શરૂ થયેલી અસહ્ય ગરમીમાં કોમ્પ્લેક્ષમાં આવેલી અન્ય ઓફિસોમાં કામ કરતા લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…