અમદાવાદમાં પ્રેમલગ્ન બાદ અલગ રહેતી પત્નીને અંધારામાં બૂમ પાડી, કાન અને હાથે પતિએ છરીના ઘા ઝીંક્યા | After love marriage in Ahmedabad, estranged wife shouted in the dark, husband stabbed her in the ear and hand. | Times Of Ahmedabad

અમદાવાદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાનાથી અલગ રહેતી પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાઈ પત્નીને કાન અને હાથના ભાગે છરીના ઘા મારી દીધા હતાં. ઈજાગ્રસ્ત પત્નીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જે બાદ પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી દોઢ વર્ષની દિકરી સાથે અલગ રહેતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં નિલમ પરમાર નામની યુવતીએ સુરેશ પરમાર નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન બાદ યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તે કશું જ કમાતો નહોતો અને મકાનનું ભાડું પણ ભરતો નહોતો. જેથી પત્ની તેની દોઢ વર્ષની દીકરીને લઈને અલગ રહેવા જતી રહી હતી અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેનો પતિ વારંવાર તેને મળવા માટે તેનો પીછો કરતો હતો, પણ તે તેની સાથે વાત પણ નહોતી કરતી.

ઊભા રહેવાનું કહેતા પત્ની ના રોકાઈ
જે બાદ રાતના સમયે ઘરેથી કામ અર્થે યુવતી બહાર જઈ રહી હતી. આ દરમિયાન તેનો પતિ અંધારામાં ઊભો હતો અને તેણે બુમ મારીને પત્નીને ઉભી રહેવા કહ્યું હતું. તો પણ પત્ની ન રોકાતા ઉશ્કેરાઈને પતિએ પોતાના હાથમાં રહેલ ધારદાર ચપ્પાથી યુવતીના કાન અને જમણા હાથના ભાગે છરી મારી દીધી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
જે બાદ યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ જતાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેણે તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post