અમદાવાદ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતના મહાઠગ કિરણ પટેલને આજે અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. રસ્તામાં સામાન્ય કેદીની જેમ તેને લાવવામાં આવ્યો હતો, ત્યારે રસ્તામાં તેને ફૂડ પેકેટ ખવડાવવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત બોર્ડરમાં આવ્યા બાદ તેને એક પણ બ્રેક વગર સીધો ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવા દરમિયાન શુક્રવાર હોવાના કારણે જમ્મુ કાશ્મીરમાં 200 કિલોમીટર રોડ બંધ હતા. જેના કારણે પોલીસને ગુજરાત પહોંચતા વાર લાગી હતી. એક સમયે ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતો કિરણ પટેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઘૂંટણીએ પડ્યો હતો.
PMOના કોન્ટેક્ટના નામે લોકોને ફસાવતો
ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પોતે પીએમઓમાં કોન્ટેક હોવાનું કહીને લોકોને ફસાવ્યા હતા. ત્યારબાદ લોકોના રૂપિયા ચાઉં કરનાર ઠગ કિરણ પટેલને જમ્મુ કાશ્મીર પોલીસે પારખી લીધો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ કિરણ પટેલની ધરપકડ થયા બાદ તેના અનેક રેકેટ સામે આવ્યા છે, તેમાં અમદાવાદમાં તેણે સિંધુભવન રોડ પર મંત્રીના બંગલાને પચાવી પાડવાનો કારસો રચ્યો હતો, ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે હાલ અમદાવાદ લાવવામાં આવ્યો છે.

વીડિયો કોન્ફરન્સથી પ્રોસેસ થઈ ને કસ્ટડી મળી
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ કિરણ પટેલને લેવા જમ્મુ કાશ્મીર પહોંચ્યા ત્યારે કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી પ્રોસેસ થઈ હતી. ત્યારબાદ તેમને કસ્ટડી મળી હતી. શુક્રવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં 200 KMના રસ્તાઓ બંધ હોય છે, જેથી તેને અમદાવાદ લાવવામાં મોડું થયું હતું. બીજી તરફ કિરણ પટેલને સામાન્ય કેદીની માફક રસ્તામાં ફુલ પેકેટ ખવડાવવામાં આવ્યા હતા.

મહાઠગે પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાયું
મોડી રાત સુધી જર્ની કરીને આવેલા કિરણ પટેલ રસ્તામાં પોલીસને પોતે નિર્દોષ છે તેવું જણાવતો હતો. ત્યારે એક સમયે વીવીઆઈપી સાથે ફરતો કિરણ પટેલ પોલીસની પ્રિઝનર વેનમાં લાવવામાં આવ્યો હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ સાથે પણ તે રસ્તામાં વાત કરતો હતો. પરંતુ હાલ તેના રિમાન્ડ માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

360 ડિગ્રીએ તપાસ ચાલુ કરી દેવાઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક જણાવ્યું હતું કે, કિરણ સામે કુલ 5 ગુના દાખલ છે. જેમાં ચેક બાઉન્સ છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ તેને સોશિયલ મીડિયામાં જે રીતે લોકોને ફસાવ્યા અને જેમના ફોટો મૂકતા હતા. તેમની પણ તપાસ કરાશે એટલું જ નહીં, આ કેસમાં 360 ડીગ્રી તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.
