No results found

    અમદાવાદમાં પાલડીની ડેરી ફ્રેશમાં એક્સપાયરી ડેટવાળા શીખંડ અને લસ્સી મળ્યો, AMCએ 4 દુકાનો સીલ કરી | Paldi's Dairy Fresh in Ahmedabad found sikhand and lassi with expiry date, AMC seals 4 shops | Times Of Ahmedabad

    અમદાવાદ5 કલાક પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદમાં ખાણીપીણીની લારીઓ અને ફાસ્ટફૂડ ઉપરાંત હવે તમે કોઈ દુકાનમાંથી પેકિંગવાળા શીખંડ, લસ્સી કે મઠો લેવા જાઓ છો તો એકવાર ચકાસી લેજો કારણકે હવે દુકાનોમાં એક્સપાયરી ડેટવાળા શીખંડ, લસ્સી અને મઠો વગેરે મળે છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાણીપીણી અને ડેરી વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં સુખ-શાંતિ કોમ્પ્લેક્સમાં આવેલી ડેરી ફ્રેશ નામની દુકાનમાં એક્સપાયરી ડેટવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. લસ્સી શીખંડ વગેરે એક્સપાયરી ડેટવાળું મળી આવતા ફૂડ વિભાગ દ્વારા દુકાને સીલ કરવામાં આવી છે. ડેરી ફ્રેશ ઉપરાંત વાસણા અને રાણીપમાં ત્રણ દુકાનો પણ લાયસન્સ વગર ચાલતી હોવાથી તેને સીલ કરાઈ છે.

    ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ
    દુકાનોમાં ભેળસેળવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તાર બાદ હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલડી, વાસણા, નવરંગપુરા, રાણીપ નવાવાડજ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો હોટલ રેસ્ટોરાં અને લારીઓ વગેરે પર ચેકિંગ કરવામાં આવ્યું છે.

    ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે આજે પાલડી ભઠ્ઠા વિસ્તારમાં સુખ-શાંતિ કોમ્પ્લેક્સ માં આવેલી ડેરી ફ્રેશ નામની દુકાનમાં શીખંડ, લસ્સી, મઠો વગેરે જેવી એક્સપાયરી ડેટવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે રાણીપમાં જય અંબે લાઈવે વેફર્સ અને વાસણા વિસ્તારમાં બાબાશાહી ચિકન એન્ડ મટન તેમજ પાલડી અંજલી ચાર રસ્તા પાસે આવેલા જલારામ પરોઠા હાઉસ લાયસન્સ વગરની દુકાનો ચલાવવામાં આવતી હતી જેને સીલ કરવામાં આવી છે.

    સિકંજી, લીંબું પાણી પણ બિન આરોગ્યપ્રદ
    આજે ગુરુવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં દુકાનોની સાથે ફાસ્ટફુડની દુકાનો અને લારીઓ વગેરે મળી 136 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બગડેલા શાકભાજી, ફ્રુટસ, પાણીપુરીનો માવો વગેરે મળી 174 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવતાં તેનો નાશ કરાયો હતો. જ્યારે ચટણી, સોસ, સિકંજી, લીંબું પાણી વગેરે પણ બિન આરોગ્યપ્રદ મળી આવતા 238 લીટર જેટલો તેનો પણ નાશ કરાયો હતો. 117 દુકાનો અને લારીઓને નોટિસ આપવામાં આવી હતી. દરરોજ અલગ અલગ બે થી ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનો શાક માર્કેટ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال