નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
પોલીસ વિભાગમાં 36 વર્ષ સુધી ફરજ બજાવી સેવા નિવૃત્ત થયેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ને તેમના અધિકારી અને કર્મચારીએ વરઘોડામાં બેસાડી અનોખી વિદાય આપી શહેરીજનો એ પણ શુભેચ્છાઓ આપી હતી.
પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થતા તેમને સન્માન આપવા માટે તેમના અધિકારીઓ વિશેષ રીતે વિદાય સમારંભ યોજતા હોય છે ત્યારે હાલમાં નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં અને ડિપાર્ટમેન્ટમા 36 વર્ષ સુધી સેવા બજાવનાર ASI અર્જુનસિંહ પટેલને ટાઉન પોલીસ સ્ટેશનના સહ કર્મચારીઓએ વરઘોડામાં બેસાડીને ડીજેના તાલે સરઘસ કાઢ્યું હતું જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જુમ્યા હતા.
પોલીસ કર્મચારીઓ મોટેભાગે તેમની નોકરી દરમિયાન સતત તાંણ અને કામના કલાકોના બોજા હેઠળ ફરજ બજાવતા હોય છે મોટે ભાગે તેમના ભાગે તહેવારો અને ઉજવણી નો સમય મળતો નથી ત્યારે 36 વર્ષ સુધી સતત કાયદો અને વ્યવસ્થા જાણવામાં પ્રવુત રહેલા ASI અર્જુનસિંહ પટેલને તેમના પોલીસ સ્ટેશન દ્વારા સન્માન આપીને ટાઉન પોલીસ સ્ટેશનથી ઘાંચીની વાડી સુધી એક સરઘસ કાઢ્યું હતું જેમાં તેમના પરિવારો સમાજ અને અધિકારી કર્મચારીઓ જોયા હતા.