No results found

    ચાણસ્મા હાઈવે સર્કલ પર અડિંગો જમાવી બેસેલી ગાય ઈકો કાર સાથે અથડાઈ, એક ગાયનું મોત; બે ઘાયલ | At Chansma Highway Circle, cow Eko collides with car, one cow dies; Two injured | Times Of Ahmedabad

    પાટણ6 કલાક પહેલા

    • કૉપી લિંક

    પાટણથી ચાણસ્મા તરફે જઈ રહેલી ઈકો કાર ચાણસ્મા સર્કલ પાસે રોડ પર અડિંગો જમાવી બેસેલી ગામ સાથે અથડાતા એક ગાયનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ગાય સાથે અકસ્માત સર્જાયા બાદ આગળ જતા ઈકો કાર એસટી બસ સાથે અથડાઈ હતી.

    આ બાબતે મળતી હકીકત મુજબ રવિવારના સાંજના સુમારે પાટણથી ચાણસ્મા તરફ જઈ રહેલ ઈકો ગાડીનો ચાણસ્મા સર્કલ પાસે રસ્તા પર અડિંગો જમાવીને બેસેલી ગાય સાથે અકસ્માત થયો હતો. જેમાં એક ગાયનું મોત નિપજ્યું હતું. તો અન્ય બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આગળ જતા ઈકો કાર એક એકટી બસ સાથે અથડાઈ હતી. ચાણસ્મા હાઇવે પર સર્જાયેલા અકસ્માત ના પગલે લોકોના ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال