જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બે ગુનાઓને અંજામ આપનાર એક મહિલા સહિત ત્રણ ઝડપાયા, ATM બહાર રેકી કરી ગુનાને અંજામ આપતા | Three people, including a woman, who committed two crimes in Jamnagar and Devbhoomi Dwarka, were caught outside ATMs and committed the crime. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Three People, Including A Woman, Who Committed Two Crimes In Jamnagar And Devbhoomi Dwarka, Were Caught Outside ATMs And Committed The Crime.

જામનગર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયામાં બેંક બહાર રેકી કરી આર્થિક વ્યવહારો કરવા આવતા જતા આસામીઓને નિશાન બનાવી ખિસ્સા કાતરી લેતા બે શખ્સોને જામનગર એલસીબી પોલીસે પકડી પાડ્યા છે. આ બંને સખ્સો સામે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય વ્યકિતઓએ મળીનેધ્રોલ અને ખંભાલીયામાં બે આસામીઓને નિશાન બનાવ્યાની કબુલાત આપી હતી.

થોડા દિવસો પહેલા જ ધ્રોલ તાલુકાના જાળીયા માનસર ગામના એક વૃદ્ધનું ધ્રોલ તાલુકા મથકે બેંક ઓફ બરોડાની બ્રાંચ બહાર અડધા લાખની રોકડ ધરાવતું ખિસ્સું કપાયું હતું. ત્યારબાદ ખંભાલીયા ખાતેથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર એલસીબીએ આ દિશા સીસીટીવી ફૂટેજ મંગાવી તપાસ કરતા બંને બનાવમાં આરોપીઓ એક જ હોવાનુ દેખાયું હતું.

ત્યારબાદ એલસીબીએ બે યુવાન દેખાતા શખ્શો અને એક મહિલા સહિતનાઓની ઓળખ મેળવવા તપાસ વિસ્તારી હતી. આ શખ્સો જામનગરમાં દિગ્દામ સર્કલ નજીક રહેતા હોવાની વિગતો સામે આવતા પોલીસે વિક્રમ કાના બાવરી અને રામભાઈ કાંતિલાલ બાવરી તેમજ ચાંદની ધનરાજ ઉર્ફે ઘનીયો વાનખેડે નામના વ્યકિતઓને આંતરી લઇ પૂછપરછ કરી હતી. જેમાં આ ત્રણેય વ્યકિતઓએ એટીએમ આસપાસ રેકી કર્યા બાદ આસામીઓને નિશાન બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post