બાયડના લીંબ ગામે વિજપોલ સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું; પરિવારજનોએ કહ્યું- આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી | Baid's Limb village shortened life by tying a rope to a vijpole; Family members said - committed suicide due to financial constraints | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મૃતકની ફાઈલ તસવીર

આજકાલ આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અરવલ્લીના બાયડના લીંબ ગામે ખેડૂતે પોતાના ખેતરમાં જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. પરિવારજનોનું કહેવું છે કે, આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે.

બાયડ તાલુકાના લીંબ ગામે ખેડૂત જગદીશ પટેલે પોતાના જ ખેતરમાં વિજપોલ સાથે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. મૃતક જગદીશ પટેલ 12 બહેનોમાં એકનો એક ભાઈ હતો. છેલ્લા કેટલાક સમયથી મુંજવણમાં હતો. એક તરફ કુદરતના મારને કારણે ખેતીવાડી નિષ્ફળ ગઈ, તો બીજી તરફ ખેડૂતો દેવા તળે ડૂબી ગયા છે.

ખેત પેદાશોમાંથી સામાજિક તેમજ અન્ય આયોજનો, વાયદા કરેલા હતા, તે પણ નિષ્ફળ ગયા હતા. હવે ખેડૂત જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ પેદા થઈ છે. ત્યારે 12 બહેનોના એકના એક ભાઈએ પોતાના જ ખેતરમાં વિજપોલ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા અને અંબાલિયારા પોલીસને જાણ કરી હતી. અંબાલિયારા પોલીસે પરિવારજનોનો નિવેદન લઈ મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે જીતપુર પીએચસી ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post