Sunday, April 2, 2023

ભાજપા પાર્ટી પ્રમુખ દશરથ પવારે પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું ધર્યું; પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધી પત્ર લખ્યો | BJP party president Dashrath Pawar voluntarily resigned as president; Regional President CR Wrote a letter addressed to Patil | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • BJP Party President Dashrath Pawar Voluntarily Resigned As President; Regional President CR Wrote A Letter Addressed To Patil

ડાંગ (આહવા)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દશરથ પવાર - Divya Bhaskar

દશરથ પવાર

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને વિક્રમ તો સર્જી દીધો, પરંતુ કહેવાય છે ને કે જેટલા ઝાઝા પક્ષ પલટુ નેતાઓ ભેગા થાય એટલો જ કજીયો પાર્ટીમાં વધારે થાય છે. આમ તો કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ શિસ્ત બેઝ અને કેડર બેઝ પાર્ટી ગણાય છે. પરંતુ અંદરો અંદર ડખા ચાલ્યા કરે છે. એક સારી વાત એ કહી શકાય કે ભાજપામાં હાઈકમાન્ડનો આદેશ શિરોમાન્ય રાખવો પડે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપનાં સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અમુક જિલ્લાઓમાં પાર્ટી સંગઠનનાં પ્રમુખો સ્વૈચ્છિક રાજીનામા આપી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં છેવાડેનાં ડાંગ જિલ્લામાં વધુ એક રાજીનામું પડ્યું છે.

ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટીને ઉભી કરનાર અને પાર્ટી માટે મહત્ત્વનું યોગદાન આપનાર ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ દશરથ પવારે પોતાનું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સંબોધીને ધરી દીધુ છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના લેટરપેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપવા જણાવ્યું છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપી આગેવાનોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈ ડાંગ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધુ છે.

થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ દશરથ પવારે ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકની સીઝનલ હોસ્ટેલોમાં ભૂતિયા વિદ્યાર્થીઓ, પ્રાયોજનના વહીવટદારની કચેરીમાંથી ખેડૂતોને આંબાની કલમો તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલોમાં ગણવેશનાં નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો કરી હતી. તથા આ ફરીયાદોનાં બાબતે કોર્ટમાં પણ જવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્યની ડબલ એન્જીન સરકારમાં શાસક પક્ષનાં જ પાર્ટી પ્રમુખ દશરથ પવારે બે ત્રણ વ્યક્તિઓ સાથે મળી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો ઉપાડતા અન્ય ભાજપાનાં આગેવાનોને કણીની જેમ ખૂંચવા લાગ્યા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રમુખ દશરથ પવાર સરકાર વિરુદ્ધમાં કામગીરી કરતા હોવાની ફરિયાદો લઈ અમુક આગેવાનો ગાંધીનગર તથા પ્રદેશ પાર્ટી પ્રમુખ સુધી પહોંચી ગયા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં પાયાનાં કાર્યકર અને સંગઠનનાં મહારથી એવા દશરથ પવારે સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધુ કે પછી દબાણમાં રાજીનામું આપવું પડ્યું છે. જે અંગેની ચર્ચા સાથે જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. તેવામાં હવે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી સંગઠનમાં પ્રમુખ કોણ હશે?. એ તો જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે…