વ્યારા29 મિનિટ પહેલા
- કૉપી લિંક
વ્યારા નગરના જનક ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો નિકાલ કરતી ગટરનું ઢાંકણ તૂટી જતા તંત્રએ ઝાડની આડાસ ઉભી કરી હતી. પરંતુ મુખ્ય માર્ગ નજીકમાં હોવાથી વાહન ચાલકોને જોખમી ભર્યું બની ગયું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક ચેમ્બરનું ઢાંકણ બનાવે એ જરૂરી બન્યું છે.
વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં જનક ત્રણ રસ્તા પાસે મુખ્ય માર્ગની બાજુમાં વરસાદી ગટર લાઈન નો ચેમ્બરના ઢાંકણું છેલ્લા કેટલા સમયથી તૂટી ગયું છે. જેને લઇને કેટલી વાર વાહન ચાલકો ના વાહનો અંડર ખોટકાયા હોવાના બનાવ બન્યા છે. જેને લઈને વધુ વાહન ચાલકો ભોગ ન બને તે માટે ઝાડની ડાળીઓ અંદર મૂકી દેવાય છે.
જેથી વાહન ચાલકોને નુકસાન થતું અટકી જાય. રાત્રિ દરમિયાન અજાણ્ય વાહન ચાલકો માટે આ ખાડો મુશ્કેલી ભર્યો બની રહ્યો છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા વાહન ચાલકોને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે એ ખૂબ જરૂરી બન્યું છે.