એક ઈકો કાર પૂરઝડપે આવી ને રોડની સાઈડની દુકાનમાં ઘૂસી ગઈ; કારમાં સવાર આઠેય મુસાફરોને જીવતા જીવ કાળ દેખાયો; સમગ્ર ઘટના CCTVમાં કેદ | An Eco car sped up and rammed into a roadside shop; All eight passengers in the car appeared alive; The entire incident was captured on CCTV | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિંમતનગર શહેરના સ્ટેટ હાઇવે નંબર 9 અને 8ની બાજુમાં આવેલા મોતીપુરા વિસ્તારમાં રોડની સાઇડે હોટલમાં અચાનક ઇકો કાર યાંત્રિક ખામીના કારણે ઘૂસી ગઈ હતી. જેને લઈને ઇકોમાં સવાર મુસાફરોએ મોતને સામે દેખ્યું હતું અને નાશ ભાગ મચી ગઈ હતી.

અમદાવાદ તરફથી ઇકો કાર અચાનક પૂરઝડપે હિંમતનગર તરફ ફંટાઈ હતી. રોડ સાઈડમાં આવેલ બે હોટલના આગળના ભાગમાં ટેન્ટ બાંધેલો હતો જ્યાં ટેબલ હતા. તો ઇકો કાર પૂરઝડપે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઇકો કારમાં નાના બાળક સાથેનું દંપતી સહિતના 8 જેટલા મુસાફરો હતા. જેમણે મોતને સામે દેખ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે હોટલ બહાર નાસ્તાની દુકાનમાં કડાઈમાં ભરેલું તેલ ઉડ્યું હતું. જે ઇકો કારમાં બેસેલા મુસાફર મહિલા પર પડ્યું હતું. જે માહિલાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખાનગી રિક્ષામાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post