No results found

    વલસાડના બલિઠા પાસે બાઈક સ્કૂલ બસ નીચે ઘૂસી જતા બે ભાઈઓના મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ | Two brothers died when a bike ran under a school bus near Balitha in Valsad, the incident was caught on CCTV | Times Of Ahmedabad

    વલસાડ6 કલાક પહેલા

    • કૉપી લિંક

    વલસાડ જિલ્લાના વાપી બલિઠા ખાતે કબ્રસ્તાન રોડ ઉપર સલવાવ ગૃરુકુલ સ્કૂલની બસ આગળ સામેથી ઓવરટેક કરવા જતો બાઈક ચાલક બસ નીચે આવી જતા 2 સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ વાપી શહેર પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકોની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

    વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા બલિઠાના કબ્રસ્તાન રોડ ઉપર આવેલી એક બાઈક નંબર GJ-15-SS-3241 ઉપર બાઈક ચાલક સાથે 16 વર્ષીય વિશાલ રણછોડભાઈ ભરવાડ અને 6 વર્ષીય જય રણછોડભાઈ ભરવાડ કબ્રસ્તાન તરફ જય રહ્યા હતા. જે દરમ્યાન આગળ ચાલતા ટેમ્પોને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી સલાવવા ગુરુકુલ સ્કૂલની એક બસ નંબર GJ-15-AT-8315 અચાનક સામે આવી જતા બાઈક ચાલકે બાઈક અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાઈક સ્લીપ થતા સ્કૂલ બસ નીચે આવી ગયા હતા. અને ઘટના સ્થળે જ કમકમાટી.ભર્યું મોત નીપજ્યું હતું.

    અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં વિશાલ અને જયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ અકસ્માતની ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસને કરી હતી. વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને ભાઈઓની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વાપી પોલીસની ટીમે ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી સ્થાનિક લોકોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 2 બાળકો ના જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال