No results found

    પરિણીત હોવાનું છુપાવી મહિલાને લગ્નની લાલચ આપનારા યુવકે કરેલી જામીન અરજી કોર્ટે રદ કરી | The court rejected the bail application of the young man who had lured the woman into marriage by hiding that he was married | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Valsad
    • The Court Rejected The Bail Application Of The Young Man Who Had Lured The Woman Into Marriage By Hiding That He Was Married

    વલસાડ6 કલાક પહેલા

    • કૉપી લિંક
    • આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી

    વલસાડ શહેરમાં આવેલા એક મોબાઈલ શોપમાં મોબાઈલ રીપેરીંગ કરવાના આવેલી એક મહિલાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. મહિલાના મોબાઈલ નંબર વડે સંપર્કમાં રહીને મિત્રતા કેળવી હતી. અને ત્યારબાદ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત કરી હતી. યુવકે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી મહિલાને ગર્ભવતી બનાવી હતી. અને લગ્ન કર્યા ન હતા. મહિલાએ યુવકના ઘરે ચેક કરતા યુવક પરિણીત હોવાનું ધ્યાને આવતા યુવક વિરુદ્ધ સીટી પોલીસ મથકે છેતરપીંડી અને વિશ્વાસ ઘાત કર્યો હોવાની ફરિયદ નોંધાવી હતી. તે કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી. યુવકે જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ ટીવી આહુજાએ આરોપી યુવકના નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

    વલસાડ શહેરમાં મોબાઇલ શોપમાં મોબાઇલ રીપેર કરવાનું કામ કરનાર હિમાંશુ ઉર્ફે લાલુ મનહરભાઈ ચાપાનેરી મોબાઈલ રિપેર કરવાનું કામ કરતા હતા. તીથલ રોડ ઉપર રહેતી એક મહિલાના મોબાઇલમાં ક્ષતિ આવતા મોબાઈલ શોપ માં મોબાઈલ રીપેર કરાવવા આવી હતી. મોબાઇલ રિપેર કરનાર હિમાંશુ ચાંપાનેરીએ મહિલાનો મોબાઇલ નંબર મેળવી મહિલાને ફોન કરી લલચાવી ફોસલાવી મિત્રતા કેળવી હતી. વર્ષ 2018 માં થયેલી મિત્રતા દરમિયાન હિમાંશુ ચાંપાનેરીએ ફુવારો હોવાનું કહી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે દરમિયાન મહિલા પ્રેગ્નન્ટ થઈ જતા મહિલાએ હિમાંશુ ને લગ્ન કરવાનું જણાવતા કોઈને કોઈ રીતે હિમાંશુ લગ્ન કરવાની વાતને ટાળી દેતો હતો. મહિલાએ હિમાંશુના ઘરે ચેક કરતા હિમાંશુ પરિણીત હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલાએ વલસાડ સીટી પોલીસ મથકે હિમાંશુ ચાંપાનેરી વિરુદ્ધ 17 નવેમ્બર 2022ના રોજ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    મહિલાની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તે કેસમાં આરોપીએ આજ રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજીરજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ મહિલાને લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને મહિલાને પ્રેગ્નેટ કરીને લગ્ન ન કરનાર યુવકના જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال