Sunday, April 2, 2023

કિરણ પટેલને લાવવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર રવાના, માલિની પટેલની પણ ધરપકડ કરાઈ | A crime branch team was sent to Jammu and Kashmir to bring Kiran Patel, Malini Patel was also arrested | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહાઠગ કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં PMOના અધિકારીની ઓળખ આપીને હાઈ સિક્યુરિટી સાથે ફરતો હતો જેની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે જે મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલની ધરપકડ કરવા જમ્મુ કાશ્મીર જવા રવાના થઇ છે.

કિરણ પટેલની પણ ધરપકડ કરવામાં આવશે
કિરણ પટેલ અને તેની પત્નીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુભવન રોડ પરનો બંગલો પચાવી પાડવા ખોટો દાવો કરીને કોર્ટમાંથી નોટિસ મોકલી હતી. જે મામલે જગદીશ ચાવડાએ કિરણ પટેલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કિરણની પત્ની માલિની પણ સામેલ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે અગાઉ માલિની પટેલની પણ ધરપકડ કરી છે. ત્યારે હવે કિરણ પટેલની પણ ધરપકડ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવશે
કિરણ પટેલ અત્યારે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ છે. કિરણ પટેલને અમદાવાદ લાવવા અગાઉ ક્રાઈમ બ્રાન્ચે કાગળની કાર્યવાહી કરી હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર જવા રવાના છે. કિરણ પટેલની જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવશે. જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.