No results found

    વલસાડના કાપરિયા ગામ પાસેથી નહેરમાંથી ડિકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી | Decomposed body found in canal near Kaparia village of Valsad, police investigate | Times Of Ahmedabad

    વલસાડએક કલાક પહેલા

    • કૉપી લિંક

    વલસાડ તાલુકાના કાપરિયા ગામ ખાતે પસાર થતી નહેરના નાળા પાસે પસાર થતા સ્થાનિક લોકોએ એક અજાણ્યા યુવકની નહેરમાં ડૂબેલી હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓ અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. રૂરલ પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવી આજુબાજુના સ્થાનિક અગ્રણીઓને લાશનો ફોટો મોકલાવી લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યો છે.

    વ્યારા, બુહારી, અને ખેરગામ થઈ વલસાડ તાલુકાના કાપરીયા ગામ ખાતે આવતી નહેરમાં સ્થાનિક લોકોએ 1 અજાણ્યા યુવકની નહેરમાં ડૂબેલી હાલતમાં લાશ જોઈ હતી. લાશ જોતાની સાથે સ્થાનિક લોકોએ, કાપરીયા ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓને તેમજ વલસાડ રૂરલ પોલીસને બનાવની જાણ કરી હતી. સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા અજાણ્યા યુવકની લાશ હોવાનું તેમજ ડીકમ્પોઝ હાલતમાં લાશ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે વલસાડ પોલીસની ટીમને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાગર પટેલ અને સ્થાનિક લોકોની મદદ મેળવી નહેરના નાળા પાસે તરતી અજાણ્યા યુવકની લાશનો કબજો મેળવી, લાશના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. આ નહેર વ્યારા, બુહારી અને ખેરગામ થઈ વલસાડ તાલુકામાં આવતી હોવાથી નહેર પાસે આવતા પોલીસ મથકોમાં યુવકની લાશનો ફોટો મોકલી અજાણ્યા યુવકની ઓળખ કરવાનો પ્રયાસ વલસાડ રૂલર પોલીસે હાથ ધર્યો છે. અને વલસાડ સિવિલ હોસ્પિટલે લાશનું PM કરવાની તજવીજ હાથ ધરી, આગળની તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال