Thursday, April 27, 2023

ઓનલાઇન રજીસ્ટ્રેશનને કારણે અભ્યાસ શરૂ કરવામાં વિલંબ, પ્રવેશ પ્રક્રિયા ઓફલાઇન કરવાની માંગણી | Delay in commencement of studies due to online registration, demand to take admission process offline | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા આગામી 5 મેથી શરૂ થવાની છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જે તે કોંગ્રેસને પ્રવેશ પ્રક્રિયા સોંપી ઓફલાઇન કરવાની માંગ કરવામાં આવી છે. સાયન્સ અને આર્ટસમાં સમગ્ર પ્રક્રિયા ઓફલાઇન કરવામાં આવે તથા કોમર્સમાં એક રાઉન્ડ ઓનલાઇન કરીને બાકીના રાઉન્ડ ઓફલાઇન કરવાની માંગણી કરવામાં આવી છે.

પ્રવેશ પ્રક્રિયા કોલેજને સોંપવા માટે માંગ
ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળની આજે લાલદરવાજા ખાતે સી.યુ. શાહ કોલેજમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે પ્રવેશ પ્રક્રિયા મેરીટ પ્રમાણે કોલેજને સોંપવા માટે માંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સેનેટ સિન્ડિકેટની ચૂંટણી અંગે પણ માંગણી
ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ જે તે કોલેજને પ્રવેશ પ્રક્રિયા સોંપવા પર માંગણી કરવામાં આવી છે. અધ્યાપકોની ચર્ચા મુજબ ઓનલાઇન એડમિશન પ્રક્રિયાના કારણે અભ્યાસ મોડો શરૂ થાય છે. આ ઉપરાંત સેનેટ સિન્ડિકેટની ચૂંટણી અંગે પણ માંગણી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને ભણવા પૂરતો સમય મળી રહે
અધ્યાપક મંડળના આગેવાન રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, સામાન્ય અને આર્ટ્સમાં રજીસ્ટ્રેશન બાદ પ્રવેશ પ્રક્રિયા ઓફલાઇન મોડમાં કોલેજને સોંપવામાં આવે તથા કોમર્સમાં એક રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરી બીજા રાઉન્ડથી ઓફલાઇન મોડમાં કોલેજને સોંપવામાં આવે. આ નિર્ણયથી અભ્યાસ જલદીથી શરૂ થશે અને વિદ્યાર્થીઓને ભણવા પૂરતો સમય મળી રહે છે. આ ઉપરાંત અધ્યાપક વતી સેનેટ સિન્ડિકેટના પ્રતિનિધિ હોય તે માટે ચૂંટણી યોજાય તે માંગ છે.

Related Posts: