સુરેન્દ્રનગર7 કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રંગોલી હોટલ પાસે રહેણાંક મકાનમા ભયાવહ આગ લાગતા અફડાતફડી મચી હતી. આ આગ લાગવાની ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રંગોલી હોટલ પાસે રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ભયાવહ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આ આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. પણ સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોંતી. આ ઘટના અંગે ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર ગાડી તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાનના ધાબા ઉપર સામાન હોવાના કારણે ભયાવહ આગ ભભુકી ઉઠી હતી. અને ધુમાડાના ગોટેગોટા જોઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઇ ગયા હતા.

ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેમાં શારદાબેન મકવાણા નામના વૃદ્ધાના ધાબા ઉપર આગ ફાટી નિકળતા વિસ્તારના લોકો દ્વારા તાકીદે હરકતમાં આવીને પાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે વૃદ્ધા પોતે પ્લાસ્ટિક, પૂઠા વીણીને તેને વહેંચી રોજીરોટી ચલાવવાનો ધંધો કરતા હોઈ એમના ધાબા ઉપરના સામાનમા આગ લાગતા વૃદ્ધા સહીત પાડોશીઓનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. જો કે ફાયર ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચતા કોઈપણ જાતની મોટી જાનહાની ટળી હતી અને આગ ઉપર ગણતરીના સમયમાં જ કાબુ લઇ લેવામાં આવ્યો હતો.




