બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે ડો.જેન્સી રોયે પદભાર સંભળતા અધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું | Dr. Jancy Roy was given a warm welcome by the officials who assumed office as Botad District Collector. | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે ડો. જેન્સી રોય પદભાર સંભાળતા બોટાદના અધિકારીઓએ અને કર્મચારીઓએ નવનિયુક્ત કલેક્ટરને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી હતી. જે અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા બીજલ શાહની જામનગર ખાતે બદલી કરવામાં આવી, તો બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે ડો.જેન્સી રોયની બદલી કરતા આજે તેમણે વિધિવત રીતે બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સાંભળ્યો છે.

જેને લઈ આજ રોજ બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે ડો. જેન્સી રોયએ પદભાર સંભાળ્યો હતો. કલેક્ટરની કચેરી, બોટાદ ખાતે તેમને ઉષ્માભર્યુ આવકાર આપવામાં આવ્યો હતો. નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, નાયબ કલેક્ટર રાજેશ્રી વંગવાણી, બોટાદ જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી દ્વારા ડો. જેન્સી રોયનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ બોટાદના અધિકારીઓ અને કર્મચારીઓએ નવનિયુક્ત કલેક્ટરને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post