Monday, April 3, 2023

ચોટીલા નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખપદ મહિલા માટે અનામત, ચાર મહિના બાદ યોજાશે ચૂંટણી | Elections will be held in Chotila Municipality for the next two and a half years, reserved for women, elections will be held after four months | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચોટીલા પાલિકામાં 6 વોર્ડમાં 24 સભ્યો પૈકી 22 સભ્યો ભાજપના છે,જે પૈકી 11 મહિલા સભ્યો છે

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલિકાના પ્રમુખ માટેની મહિલા અનામત સીટ માટે ચાર મહિના અગાઉથી જ લોબીંગ શરૂ થયું છે. હાલમાં ચોટીલા પાલિકામાં 6 વોર્ડમાં 24 સભ્યો પૈકી 22 સભ્યો ભાજપના છે, જે પૈકી 11 મહિલા સભ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ચોટીલા નગરપાલિકાને અઢી વર્ષની મુદત પુરી થતાં નગરપાલિકાના પ્રમુખનો તાજ કોના શિરે જશે એના પર ચોટીલા નગરજનોની નજર મંડાયેલી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ભાજપ શાસિત ચોટીલા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની પહેલી ટર્મ પૂર્ણ થવાનાં આડે હવે ચાર મહિના જેટલો જ સમય રહ્યો છે. ત્યારે ચોટીલા પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખના પદ માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું હોવાની ચર્ચાઓ છે. મહત્વનું છે કે, ચોટીલા પાલિકામાં 6 વોર્ડમાં 24 સભ્યો પૈકી 22 સભ્યો ભાજપના છે. જે પૈકી 11 મહિલા સભ્યો છે. આવનારી ટર્મ મહિલા પ્રમુખ માટે અનામત છે, ત્યારે 11માંથી કોને પ્રમુખ બનાવવામાં આવશે એને લઈને ચોટીલા ભાજપમાં અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપનાં ચૂંટાયેલા સભ્યોની પોતપોતાના વોર્ડમાં અઢી વર્ષ દરમિયાન કેવી કામગીરી રહી. તેનો રિપોર્ટ પ્રદેશ ભાજપમાંથી ખાનગી રાહે માંગવામાં આવ્યો છે. અને આ રિપોર્ટ પહોંચી પણ ગયો છે. જે રિપોર્ટમાં 22 પૈકી 3 સદસ્યોની કામગીરી જ સારી બતાવવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ તરફથી કોને ચોટીલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન બનાવવામાં આવે છે ? તે જોવાનું રહેશે. તેમજ ચોટીલા નગરપાલિકાના આવનારી ટર્મમાં પ્રમુખ-ઉપપ્રમુખની શહેરમા વિકાસ તેમજ સારી કામગીરી કરે તેવા પ્રમુખ-ઉપપ્રમુખની ભાજપ આગેવાનો દ્વારા વરણી કરવામાં આવે તેવી શહેરીજનોને આશા છે.

અન્ય સમાચારો પણ છે…