જૂનાગઢમાં દર રવિવારે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનુ વેંચાણ કરી લોકોને ઝેરમુક્ત આહાર વિશે અપાઈ છે જાગૃતિ | Every Sunday in Junagadh, farmers have been selling natural farm produce to create awareness about toxin-free food. | Times Of Ahmedabad

જૂનાગઢ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો તો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સાથે જ હવે જૂનાગઢના નાગરિકો પણ પ્રાકૃતિક આહાર તરફ વળી રહ્યા છે. જૂનાગઢના ડીડીઓ મિરાંત પરીખ દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જુનાગઢ જિલ્લાના ખેડૂતોમાં જાગૃતતા ફેલાવવા અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા આવી રહી છે ત્યારે જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની આ પ્રાકૃતિક ખેતી પહેલ ને ખેડૂતોએ પણ વધાવી લીધી છે.

તેની પ્રતીતિ કરાવે છે જિલ્લા પંચાયતના સહયોગથી આત્મા પ્રોજેક્ટ હેઠળ સંચાલિત પ્રાકૃતિક કૃષિ હાટ. અહીંયા દર રવિવારે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પ્રાકૃતિક ઢબે પકવેલા શાકભાજી, અનાજ, કઠોળ સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બજારમાં કોઈ વચેટીયા વગર સીધું જ ખેડૂતો દ્વારા વેચાણ થતું હોવાથી ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે.

આ પાકૃતિક કૃષિ હાટ શહેરના સરદારબાગ ખાતે પીજીવીસીએલની ઓફિસની બાજુમાં આવેલ છે. 15 ઓગસ્ટ-2021 માં શરૂ થયેલા આ હાટમાં અત્યાર સુધીમાં અંદાજે 40 લાખની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.એન. લાખાણી કહે છે કે, જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ સ્તરેથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું વેચાણ માટે એક માર્કેટ મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. આ પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતો માટે છેલ્લાં દોઢેક વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ હાટ ચાલી રહ્યું છે. તેમજ ગત બે-ત્રણ મહિનામાં પ્રાકૃતિક હાટ બજારમાંથી શાકભાજી, અનાજ વગેરે ખરીદનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જે દર્શાવે છે કે, લોકો ધીમે ધીમે પ્રાકૃતિક એટલે કે, ઝેરમુક્ત આહાર તરફ વળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post