Saturday, April 8, 2023

ભાવનગર શહેરના લાતી ફુવારા પાસે આવેલા ડેલાના ઝાડમાં આગ લાગી, ફાયર બ્રિગ્રેડ દોડતું થયું | A fire broke out in a dela tree near Lati Fuwara in Bhavnagar city, the fire brigade was rushed | Times Of Ahmedabad

ભાવનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના સુતારવાડ પાસે આવેલ લાતી ફુવારા બજાર પાસેના ડેલામાં રહેલા એક ઝાડમાં આગ લાગી હતી. આ ઘટનામાં ફાયરબ્રિગેડે સ્થળપર દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયરવિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ બપોરના સમયે 12:15 આસપાસ આસપાસ શહેરના મેઈન બજારમાં આવેલ સુતારવાડમાં આવેલ લાતી ફુવારા પાસે આવેલ જીવન મેન્સ 1935 નામની બિલ્ડીંગ પાસે આવેલ ડેલામાં રહેલો એક ઝાડમાં આગ લાગી હતી, ઝાડમાં એકાએક આગ લાગતા જોત જોતામાં આગની વિકરાળ લાગતા તાત્કાલિકએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરવિભાગે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આગમાં સરસામાન બળી ગયો
આ આગમાં બારણું, કેબીન, 2 લારી, રેકડો, પ્લાસ્ટિક પાઇપ સહીતના માલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો, આ આગમાં ફાયરવિભાગે અડધી ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાનું કારણ કે નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: