No results found

    ઇસનપુર વિસ્તારમાં ફરસાણની દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ચાર વાહનો અને દુકાન બળીને ખાખ | A fire broke out in a Farsan shop in Isanpur area due to a short circuit, four vehicles and the shop were gutted | Times Of Ahmedabad

    અમદાવાદ44 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી ઓમકાર ફરસાણ અને ડેરી નામની ફરસાણની દુકાનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ આસપાસનાં લોકો સચેત થઈ ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે તેઓએ તુરંત જ ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જ ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

    શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી
    દુકાનમાં આગ વધુ ફેલાવવાના કારણે દુકાનની આગળનો સંપૂર્ણ ભાગ તેમજ ત્યાં બહાર પાર્ક કરેલા ચાર વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. દુકાનની અંદર કામ કરતા લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઈ કે, તે તુરંત જ બહાર નીકળી ગયા હતા. જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી તો ખ્યાલ પડ્યો કે, શોર્ટ સર્કિટથી આગ લાગી.

    4:30 વાગ્યા આસપાસ ઘટના ઘટી
    ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ ઇસનપુર બ્રિજ પાસે વટવા તરફ જતા ઓમકાર ફરસાણ એન્ડ ડેરી નામની દુકાન આવેલી છે. તેમાં સાંજે 4:30 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. જેનો કોલ મળતા જ જશોદાનગર ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગતા દુકાનની આગળનો ભાગ અને ઉપર બનાવેલા સ્ટોરેજ રૂમ સુધી આગ ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત બહાર પડેલા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. કુલ ચાર જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે દુકાનની આગળનો ભાગ અને સ્ટોરેજ રૂમ પણ મળીને ખાક થઈ ગયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال