જામનગરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી, ભડકાઉ ભાષણ મામલે થઈ હતી ધરપકડ | Firecrackers and sweets were distributed by various Hindu organizations in Jamnagar, arrests were made in connection with inflammatory speech | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Firecrackers And Sweets Were Distributed By Various Hindu Organizations In Jamnagar, Arrests Were Made In Connection With Inflammatory Speech

જામનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

ગીર સોમનાથના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ માટે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જેને આજે ઉના કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા જામનગરમાં હિન્દુ સંગઠનો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

કાજલ હિન્દુસ્તાનીની ઉનામાં આપેલા ભડકાઉ ભાષણ માટે ધરપકડ કરાયા બાદ કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે ઉના કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થતા કોર્ટ દ્વારા 50 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જામનગરમાં હિન્દુ સેના, વિહિપ, બજરંગ દળ, દુર્ગાવાહિની, હિન્દુ જાગરણ મંચ, વીવી ચેરીટેબલ ટ્રસ્ટ, નારી ગુંજ, બ્રહ્મદેવ સમાજ દ્વારા કોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. જામનગકરના પંચેશ્વર ટાવર પાસે એકઠા થઈ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post