Monday, April 3, 2023

ભરૂચ શહેરના બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા | Five bootleggers were nabbed by the police from two different places in Bharuch city along with a quantity of foreign liquor | Times Of Ahmedabad

ભરૂચ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ મહેમુદ દિવાન પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે દારૂ અને પાંચ મોબાઈલ ફોન તેમજ રોકડા મળી કુલ 65 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ મહેમુદ દિવાન,મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ,ધવલ રાજુ પરમાર અને વિશાલ ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો જયારે વલસાડના બુટલેગર રાજુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે ભરૂચ એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર અભિષેક ઉર્ફે અબ્બુ ભરત કહાર પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી કુલ 51 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર અભિષેક કહારને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.