પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લામાંથી પ્રેમીના એક સંદેશા સાથે ઘર છોડીને પ્રેમ લગ્ન કરવાના અરમાનો સાથે પંચમહાલના એક બસ સ્ટેશન ઉપર આવેલ આ પ્રેમિકાને ત્રણ વર્ષો સુધીના પ્રણયના એ દિવસો યાદ કરીને પોતાની પ્રેમિકાને જીવન સંગીની બનાવવાના બદલે પ્રેમીએ ફોન કોલ્સ દ્વારા એક ઝાટકે હવે મારે અને તારે કોઈ જ સંબંધ નથી અને હું તને સ્વીકારવાનો પણ નથી. સાથે બેવફા પ્રેમીના આ ઉચ્ચારણો સાથે ડધાઈ ગયેલ આ યુવતીએ હિંમતપૂર્વક ગોધરા સ્થિત 181 મહિલા અભ્યમની માગેલી. મદદના અંતે અભયમ ટીમ દ્વારા આ યુવતીની હતાશાને કાઉન્સિલિંગ દ્વારા દૂર કરીને જ્યાં સુધી આ યુવતીને માતા-પિતા પોતાના ઘરે પરત ના લઈ જાય. ત્યાં સુધી વનસ્ટોપ સખી મંડળમાં મોકલીને આ કેસમાં મદદરૂપ થવા માટે જણાવ્યું હતું.
આજરોજ પીડિતા દ્વારા 181 પર કોલ આવતા જણાવેલું કે, એક છોકરા સાથે ત્રણ વર્ષથી રિલેશનમાં હોવાથી આજરોજે એ છોકરાએ ફોન પર વાતચીત કરતી વખતે પીડિતા ને જણાવેલું કે, હું તને લેવા માટે આવું છું તું ગોધરા આવી જા. પીડિતા દાહોદ જિલ્લામાંથી પંચમહાલ જિલ્લામાં બસ સ્ટેન્ડમાં આવીને બેઠેલા તે દરમિયાન પ્રેમીનો કોલ આવતા હું આઈ ના શકું અને તારેને મારે કોઈ સંબંધ નથી. આજ પછી તું મને કોલ ના કરતી આપણા બંનેના વચ્ચે જે તે થયું એ બંનેની મરજીથી થયું છે. તેવું તેના પ્રેમીએ જણાવતા પ્રેમીએ ફોન સ્વીચઓફ કરી નાખેલો પીડિતા એ તે દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ગોધરા ટીમની મદદ માગેલી. 181ની ટીમ સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જણાવેલું કે, આજે પીડિતા અને પ્રેમી બંને ભાગીને લવ મેરેજ કરવાના હતા. તે દરમિયાન તેના પ્રેમીએ પીડિતાને ધમકી આપતા અને બંનેની વચ્ચે જે તે શારીરિક સંબંધો હોવાનો કોઈને જાણ ના થાય તે માટે ડરાવીને ધમકાવતા હતા અને દસ મિનિટ પછી તેમના પ્રેમીએ ફોન સ્વીચઓફ કરી નાખેલો અને બ્લોક લિસ્ટમાં નાખી દીધેલો.
પીડીતાનું કાઉન્સિલિંગ કરતા તેમને સમજાવેલા કે, ત્રણેક વર્ષથી તેમનો પ્રેમી તેમને શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે રાખતો હોવાથી જણાવેલું અને લગ્ન કરવાના છે. એવી આશા આપતા વારંવાર ધમકી આપતો. પીડિતાને કાઉન્સિલિંગ કરીને સમજાવેલા કે તમે જે પગલું ભર્યું એ તમારી ભૂલ છે. તમારે ફોન પર વાતચીત થતા કોઈના ઉપર આટલું વિશ્વાસ ના કરાય તે દરમિયાન પીડિતાને તેની ભૂલનો અહેસાસ થતાં તેને માતા પિતા પાસે જવા માટે તૈયાર થતાંના સમય દરમિયાન આશરો આપવા માટે 181ની ટીમે પીડિતાની પુનઃસ્થાપિત સખીવન સ્ટોપ સેન્ટરમાં કેસ હેન્ડ ઓવર કર્યો છે.