હત્યાને અકસ્માતમાં ખપાવવા હાર્ટ એટેકનું બહાનું બતાવી વતન પહોંચી ગયો, યુવતીના પિતાને શંકા જતાં પી.એમ કરાવ્યું ને ભાંડો ફૂટ્યો | He reached his hometown on the pretext of a heart attack to pass the murder off as an accident, the girl's father got suspicious and sent a PM and the pot exploded. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • He Reached His Hometown On The Pretext Of A Heart Attack To Pass The Murder Off As An Accident, The Girl’s Father Got Suspicious And Sent A PM And The Pot Exploded.

જામનગર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

જામનગર જિલ્લામાં એક અઠવાડિયામાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશથી જોડિયા પંથકમાં મજૂરી કામ અર્થે અહીં સ્થાયી થયેલા દંપતીના સંબંધમાં તિરાડ પડતા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યારા પતિએ બનાવને હાર્ટ એટેકમાં ખપાવવાવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પિયર પક્ષને શંકા જતા પીએમ કરાવ્યું હતું. જેમાં યુવતીને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી પતિએ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પ્રતિપાદિત થયું હતું. જેને લઈને જોડિયા પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી આોરપીની ધરપકડ કરી હતી.

‘હું તેની લાશને લઈને વતન નીકળું છું ત્યાં અંતિમવિધિ કરવી છે’
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામે ગયા વર્ષે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મન્નાવર તાલુકાના પીપળી ગામે રહેતા રાકેશભાઇ બદ્રીભાઇ દેવદા ઉ.25 અને તેમના પત્ની ચંદાબેન ઉ.24 મજૂરી કામ અર્થે સ્થળાતરીત થયા હતા. અહીં દંપતીએ જેતાભાઇ બીજલભાઇની વાડીએ ખેત મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ કરતા કરતા સમયાંતરે દંપતી વચ્ચે વિખવાદ ઉભો થયો હતો. પતિ રાકેશે તેણી સાથે બોલાચાલી કરતો હતો. આ વિખવાદને લઈને રાકેશે તેના સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરતા સસરા અને સાસુને ફોન કરી જાણ કરી કહ્યું હતું કે, ‘તમારી દીકરીને સમજાવી દેજો’. દરમિયાન ગઈ તા.11-4-2023ના રોજ રાકેશે તેના સસરાને ફોન કરી કહ્યું હતું કે ‘તમારી દીકરીને કામ કરતા કરતા ચક્કર આવી ગયા અને પડી ગઈ છે, હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામી છે, હું તેની લાશને લઈને વતન નીકળું છું ત્યાં અંતિમવિધિ કરવી છે’. આમ વાત કરી રાકેશ ખેતી માલિકને જાણ કરી, એક ઇકો બાંધી તેણીની લાશને વતન લઈ જવા નીકળ્યો હતો.
પુત્રીના દેહને નિહાળતા માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાના નિશાન જણાયા
પોતાની પુત્રી મૃત્યુ પામી હોવાની જાણ થતાં ત્રણ પુત્રી અને બે પુત્રના પિતા એવા રાઘયાભાઈ ભાંગી પડ્યા હતા. તેઓ પણ સુરેન્દ્રનગરથી તાત્કાલિક નીકળી વતન પહોંચ્યા હતા. વતન પહોંચી તેઓએ પુત્રીના દેહને નિહાળતા માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાના નિશાન જણાયા હતા. જેથી તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકનો કબજો સંભાળી સ્થાનિક ફોરેન્સિક લેબમાં પીએમ કરાવ્યું હતું. જેમાં તેણીનું મોત માથાના ભાગે ઇજા પહોંચતા થયું હોવાનું જાહેર થયું હતું. જેને લઈને મધ્યપ્રદેશ પોલીસે રાકેશની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પત્નીની હત્યા નિપજાવી હોવાનું કબુલ્યું હતું. પોલીસે જામનગર પોલીસને હત્યા અંગે જાણ કરી હતી. જોડિયા પોલીસે મૃતકના પિતા રાધયાભાઈ ગોવીંદભાઈ બામણીયાની ફરિયાદ નોંધી હતી. જોડિયા પોલીસ મધ્યપ્રદેશ પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી પાછી ફરી છે.
ચારિત્ર્ય બાબતે શંકાઓ કરી અવારનવાર માથાકૂટ કરતો હતો
રાધ્યાભાઈને સંતાનમાં ત્રણ દીકરી છે. જેમાં સૌથી મોટી શાંતિ, ત્યારબાદ નંદીની અને સૌથી નાની ચંદુ હતી. ચંદુએ બે વર્ષ પહેલાં પોતાના જ ગામના આરોપી રાકેશ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ રાઘયાભાઈ અને આરોપી રાકેશ સાથે સમાધાન થઈ જતા બંને પરિવારે સમાજના રીતરિવાજ મુજબ ફરી લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ આરોપી પત્નીને લઈને ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ મજૂરી કામ કરતો હતો. સમય જતાં આરોપીએ તેણીના ચારિત્ર્ય બાબતે શંકાઓ કરી તેની સાથે અવારનવાર માથાકૂટ કરતો હતો. આ માથાકૂટમાં ગઇ તા.11મીના રોજ આરોપીએ તેણીની હત્યા નિપજાવી, બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પીએમ રિપોર્ટમાં પતિનો ભાંડો ફૂટી જતા આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. હાલ જોડિયા પોલીસે આરોપીની વિશેષ પુછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.