Saturday, April 8, 2023

અમદાવાદના ચાંદલોડિયામાં હોટલના રસોડામાં જીવાત નીકળી અને એક્સપરિરી ડેટવાળો માલ વાપરતા સીલ કરાઈ | A hotel kitchen in Ahmedabad's Chandlodia was mothballed and sealed using expired goods | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારીઓ અને ફાસ્ટફૂડની હોટલો વગેરેમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંદલોડિયા, ગોતા, સરખેજ, વેજલપુર, સેટેલાઈટ, જોધપુર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંદલોડિયા સિલ્વર સ્ટાર પાસે આવેલી Adis એગ્સ એન્ડ ચિકન નામની ફાસ્ટફૂડની હોટલમાં રસોડામાં જીવાત અને એક્સપાયરી ડેટ વાળો માલ વાપરવામાં આવતો હોવાથી હોટલને સીલ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ
દુકાનોમાં ભેળસેળવાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તાર બાદ હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બગડેલા શાકભાજી, ફ્રુટસ, પાણીપુરીનો માવો વગેરે મળી 174 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવતાં તેનો નાશ કરાયો હતો. જ્યારે ચટણી, સોસ, સિકંજી, લીંબુપાણી વગેરે પણ બિન આરોગ્યપ્રદ મળી આવતા 238 લીટર જેટલો તેનો પણ નાશ કરાયો હતો. 117 દુકાનો અને લારીઓને નોટિસ આપવામાં આવી હતી. દરરોજ અલગ અલગ બેથી ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનો શાક માર્કેટ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.

ચિકનની હોટલમાં એક્સપાયરી ડેટ વાળો માલ મળ્યો
ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે આજે પશ્ચિમ વિસ્તારના ઉત્તર ને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવતા ચાંદલોડિયા, ગોતા સરખેજ, વેજલપુર, મકતમપુરા, જોધપુર વગેરે વિસ્તારમાં દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતા ચાંદલોડિયામાં આવેલી એક એક્સ એન્ડ ચિકનની હોટલમાં કિચનમાં જીવાત અને એક્સપાયરી ડેટ વાળો માલ મળી આવ્યો હતો જેથી હોટલને સીલ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 6 દુકાનો સીલ કરી છે. એક અઠવાડિયામાં 1396 એકમોમાં ચેકિંગ કર્યું હતું. 123 જેટલા નમૂના અલગ અલગ લીધા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: