સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

વેસુમાં આવેલા પોદર રેસીડેન્સીના 10 મળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
સુરતના વેસુ જીડી ગોયેન્કા સ્કુલ પાસે આવેલા પોદાર રેસીડેન્સીમાં 10માં માળે આગ લાગી હતી. ઘરમાં એસીમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં સોફા, ટીવી, એસી, પીઓપી, પંખા, મંદિર અને ફર્નીચરને ભારે નુકશાન પહોચ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.એક મહિલા ફસાઈ હતી જેને ફાયર પહોંચે તે પહેલાં સ્થાનિકો દ્વારા બહાર કાઢી લેવાઈ હતી.
ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ વેસુ સ્થિત જીડી ગોયેન્કા સ્કુલ પાસે આવેલા પોદાર રેસીડેન્સીના 10 માં માળે આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડીંગ હોવાથી અને તેમાં 10 માળે આગ લાગી હોવાનું જણાતા ફાયર વિભાગની ટીમ હાઈડ્રોલીક ક્રેઇન, ટીટીએલની સાથે પહોચી હતી.
10માં માળે આવેલા ઘરમાં એસીમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગતા ત્યાં ધુમાડો નીકળ્યો હતો.જેને લઈને ત્યાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પહોચેલી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
બિલ્ડીંગના દસમાં માળે એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ઘરમાં રહેલ એક મહિલા ફસાઈ હતી. ઘરમાંથી આગના ધુમાડા નીકળતા જોઈ મહિલાએ બૂમાબૂમ કરી હતી.જેને લઇ સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. અને મહિલા ફસાઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા મહિલાને બહાર કાઢી લેવાઈ હતી.
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે આગની આ ઘટનામાં એક મહિલા ઘરમાં ફસાઈ હોવાની માહિતી મળી હતી.પરંતુ ઘટના સ્થળે જઈને જોયું તો મહિલા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. બીજી તરફ ઘરમાં એસીમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. જેમાં સોફા, ટીવી, એસી, પીઓપી, પંખા, મંદિર અને ફર્નીચર સળગી ગયું હતું. બીજી તરફ અમારી ટીમે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
વધુમાં ફાયર અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે મહિલા ઘરમાં સામાન્ય જ ફસાઈ હતી. આગ લાગતા તેઓ તરત ઘરની બહાર પેસેજમાં આવી ગયા હતા. જોકે મહિલા ઘરે એકલી હતી અને આગની ઘટના બનતા તેને બૂમાબૂમ કરી હતી જેને લઇ આસપાસના લોકોએ ફાયરને કોલ કરીને રેસીડેન્સીના દસમા માટે આગ લાગી છે અને તેમાં મહિલા ફસાઈ છે તેવી માહિતી આપી હતી. આ ઘટનામાં ઘરવખરી નો સામાન બળી જવા સિવાય કોઈ જાનહાનિ થઈ નથી.