No results found

    મેં કોઈપણ પદેથી હાલ રાજીનામું આપ્યું નથી, આ ખોટી વાતો વહેતી કરતવામાં આવી છે: નીરવ બક્ષી | I have not resigned from any post yet, these false stories are being spread: Nirav Bakshi | Times Of Ahmedabad

    અમદાવાદ8 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી દ્વારા આજે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા હોવાની આપવા રહેતી થઈ હતી સોશિયલ મીડિયામાં નીરવ બક્ષીએ રાજીનામું આપ્યા હોવાના મેસેજો વાયરલ થયા હતા. જેના પગલે ગુજરાત અને અમદાવાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને હાલમાં શહેર પ્રમુખ નીરવ બક્ષી એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ના શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપેલા હોવાની વાત એકદમ ખોટી છે મેં કોઈ પણ પદેથી હાલમાં રાજીનામું આપ્યું નથી આ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે હું શહેર પ્રમુખ પદે યથાવત જ છું.

    વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે બપોર થી મેં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી સોશિયલ મીડિયા ઉપર પણ આ મેસેજ ફરતા થયા છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગું છું કે મેં કોઈ પણ પ્રકારનું રાજીનામું આપ્યું નથી. રાજ્યના મહાનગરોમાં વિપક્ષના નેતા અને પ્રમુખ બદલવા અંગેની ચર્ચાઓ ચાલી હતી. જેનું પણ પદ પર એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તમામ પ્રમુખો અને વિપક્ષના નેતાઓને બદલવા અંગેની ચર્ચાઓ ચાલી હતી પરંતુ તેમાં મેં રાજીનામું આપ્યું છે. તેવી ચર્ચા પણ ચાલુ થઈ છે જે એકદમ ખોટી વાત છે. હું હાલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પદ અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર પદે ચાલુ છું.

    આજે બપોરે સોશિયલ મીડિયા અને મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે અમદાવાદ શહેર ના કોંગ્રેસના પ્રમુખ અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષી એ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ શહેરના કોર્પોરેટરો કાર્યકર્તાઓમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. કાર્યકર્તાઓને કોર્પોરેટરો એકબીજાને ફોન કરી નીરવ બક્ષીના રાજીનામાં અંગે પૂછપરછ કરી હતી. જ્યારે નીરવ બક્ષીના ફોન પણ સતત વ્યસ્ત રહ્યા હતા. તેઓએ દરેક જગ્યાએ સ્પષ્ટતા આપવાની ફરજ પડી હતી કે મેં કોઈ પણ પ્રકારનું રાજીનામું આપ્યું નથી. આ કોઈએ ખોટા સમાચાર વહેતા કર્યા છે. આજે કોંગ્રેસમાં નીરવ બક્ષીના રાજીનામાં આપવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યો છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال