Thursday, April 27, 2023

'સ્ત્રી પુરુષના કહ્યામાં ના હોય તો સળગાવી દેવી જોઇએ' સાસરિયાનો ત્રાસ અને પતિના ઢોરમારથી કંટાળીને પરિણીતા પોલીસ મથકે પહોંચી | 'If a woman is not in the domain of a man, she should be burnt', tired of in-laws' torture and husband's beatings, the married woman reached the police station. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ‘If A Woman Is Not In The Domain Of A Man, She Should Be Burnt’, Tired Of In laws’ Torture And Husband’s Beatings, The Married Woman Reached The Police Station.

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગરના સેકટર – 3ની પરિણીતાને સ્ત્રી પુરુષના કહ્યામાં ના હોય તો સળગાવી મારવાની માનસિકતા ધરાવતાં સાસરિયા સહિત પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આખરે હારી થાકીને પરિણીતાએ પતિ સહિત છ સાસરિયા સામે કાયદાનું શસ્ત્ર ઉગામી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરના દહેગામ ખાતે પિયરમાં હાલમાં રહેતી યુવતીએ બહેનનું અવસાન થતાં સેકટર – 3/એમાં રહેતાં જીજાજી સાથે વર્ષ – 2011 માં સમાજના સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન જીવનથી સંતાનમાં બે બાળકો છે. જ્યારે તેની મૃત બહેનને પણ દીકરી છે. જે હાલમાં અઢાર વર્ષની થઈ ચૂકી છે. શરૂઆતનું છ-સાત વર્ષનું લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું.

બાદમાં પતિએ શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરી વાળા નાની નાની બાબતોમાં વાંધા કાઢી હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. જ્યારે પતિ પિયર પક્ષ માટે જેમતેમ બોલી અપમાનિત કરી પિયર પણ જવા દેતો નહીં. પરંતુ પરિણીતાએ પોતાની મૃત બહેનની દીકરી અને પોતાના સંતાનો સામે જોઈને બધો ત્રાસ સહન કરે રાખ્યો હતો.

ત્યારે નાની દીકરીનાં એલઆઈસીની સુકન્યા સ્કીમના પૈસા પણ પતિએ પચાવી લઈ ગાળો બોલી ધક્કા મારીને પરિણીતાને પહેરેલ કપડે બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે હાલમાં પડતર છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી પરિણીતા બધો ત્રાસ સહન કર્યા કરતી હતી. ત્યારે નણંદો પણ પતિની ચઢામણી કરતી કે, જો સ્ત્રી પુરુષના કહ્યામાં ના હોય તો તેવી સ્ત્રીને સળગાવી મારવી જોઇએ. આમ પતિ – સાસરિયાનો ત્રાસ વધતાં પરિણીતાએ દહેગામ કુટુંબ સલાહ કેન્દ્ર દ્વારા પણ સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ પતિ ચારિત્ર્ય ઉપર શંકા રાખી તેડી જવા તૈયાર નથી. આખરે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related Posts: