અમદાવાદમાં પ્રેમિકાના પરિવારથી કંટાળી પ્રેમીએ કેનાલમાં ઝંપલાવ્યુ; કહ્યું- ‘દુઆ કરું છું, આવતા ભવમાં તું પકલો બન અને હું રેખા બનું’ | In Ahmedabad, the lover, fed up with the lover's family, jumped into the canal; Said- 'I am praying, in the coming future you will be Paklo and I will be Kajal' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Lover, Fed Up With The Lover’s Family, Jumped Into The Canal; Said ‘I Am Praying, In The Coming Future You Will Be Paklo And I Will Be Kajal’

અમદાવાદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના સરખેજમાં 10 દિવસ અગાઉ પરિણીતાએ પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો, જે બાદ બીજો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સાસરીમાં જ રહેતા યુવકે સાસરિયાના ત્રાસથી આપઘાત કરી દીધો છે. સાસરિયાઓના ત્રાસને કારણે યુવકે ગળેફાંસો ખાતા પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારે આવોજ વધુ એક કિસ્સો આજે પણ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં વાડજના યુવકે ‘મેં જેના નામ લીધા છે, તે બધાને સજા થવી જોઈએ’ વીડિયો બનાવીને કેનાલમાં જંપલાવી લીધુ હતું. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે યુવકની આત્મહત્યા માટે જવાબદાર ચાર લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શોધખોળ કરતા પ્રકાશની રિક્ષા મળી આવી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પર રહેતો પ્રકાશ થોડા દિવસ પહેલા પોતાની રિક્ષા લઈને અડાલજ કેનાલ પાસે ગયો હતો. જ્યાં તેણે પોતાની રિક્ષા પાર્ક કરીને કેનાલમાં કુદીને આત્મહત્યા કરી હતી. ઘણા સમય સુધી પ્રકાશ ઘરે ન આવતા તેના પરિવારજનો તેને શોધતા શોધતા અડાલજ કેનાલ પાસે પહોંચ્યા હતા, જ્યાં તેની રિક્ષા મળી આવી હતી. આ ઉપરાંત રિક્ષાની અંદરથી તેનો મોબાઈલ ફોન અને 200 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી પ્રકાશનો મૃતદેહ કલાકોની મહેનત બાદ બહાર કાઢ્યો હતો.

યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો.

યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો.

પરિવારજનોને ફોનમાંથી એક વીડિયો મળ્યો
પ્રકાશની બોડીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોએ પ્રકાશનો મોબાઈલ ફોન ચાર્જ કર્યો હતો. જે બાદ ફોન ચેક કરતા તેની અંદરથી એક વીડિયો મળ્યો હતો. જે વીડિયોમાં પ્રકાશ બોલી રહ્યો છે કે, તે રેખા (નામ બદલેલ છે) નામની યુવતીને પ્રેમ કરતો હતો, પણ તેના પરિવારજનો તેને સતત ધમકાવતા હતા. તેની સાથે તેને વાત કરવા ન દેતા તે ડિપ્રેશનમાં રહેતો હતો.

વાડજ પોલીસ સ્ટેશનના PI, સી.જે.જોશી

વાડજ પોલીસ સ્ટેશનના PI, સી.જે.જોશી

પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
તેણે બનાવેલા વીડિયોમાં તેણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે, તે રેખાને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેના પરિવારજનોના કારણે તે આત્મહત્યા કરે છે. વીડિયો પોલીસ પાસે આવ્યા બાદ પોલીસે પ્રકાશની આત્મહત્યા માટે જવાબદાર લીલાબેન પરમાર, મનસુખ પરમાર, મધુબેન પરમાર અને ભારતીબેન પરમાર સામે પ્રકાશની આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની સિવિલમાં મહિલા સરવન્ટે ચોથા માળેથી ઝંપલાવી મોત વ્હાલું કર્યું.

પરિવારના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ શોકમાં ગરકાવ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મહિલા સરવન્ટે આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલાએ સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. ઘટનાને પગલે સિવિલના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તેમજ પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ શોકમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ખટોદરા પોલીસમાં જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, મહિલાના આપઘાત પાછળ હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી.

મને માફ કરજો, I Love you મમ્મી-પપ્પા.. છેલ્લો વીડિયો બનાવ્યો; પત્ની ગર્ભવતી છે.

પતિએ પત્નીની સાડીથી જ ફાંસો ખાધો હતો
6 દિવસ પહેલા સાસરીમાં જ રહેતા યુવકે સાસરિયાના ત્રાસથી આપઘાત કરી દીધો હતો. સાસરિયાઓના ત્રાસને કારણે યુવકે ગળેફાંસો ખાતા પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે પોતાના સાસરીવાળા તરફથી આપવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવી તેમને કડકમાં કડક સજા અપાવવાની વાત પણ કરી રહ્યો છે. સરખેજ પોલીસે સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post