Saturday, April 8, 2023

ભરૂચમાં પોલીસે પ્રીતમ સોસાયટીથી નવજીવન ઝૂપડ પટ્ટી તરફના માર્ગ ઉપર ફિલ્મી ઢબે પીછો કરી નંબર પ્લેટ વિનાની બાઈક પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | In Bharuch, the police seized a quantity of foreign liquor from a bike without number plates in a film chase on the road from Pritam Society to Navjeevan Hut Patti. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, The Police Seized A Quantity Of Foreign Liquor From A Bike Without Number Plates In A Film Chase On The Road From Pritam Society To Navjeevan Hut Patti.

ભરૂચ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ સી ડીવીઝન પોલીસે પ્રીતમ સોસાયટીથી નવજીવન ઝૂપડ પટ્ટી તરફના માર્ગ ઉપર ફિલ્મી ઢબે પીછો કરી નંબર પ્લેટ વિનાની બાઈક પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મકતમપુર વિસ્તારમાં રહેતો બુટલેગર સંગ્રામસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી નંબર પ્લેટ વિનાની બાઈક ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ નવજીવન ઝૂપડપટ્ટી તરફ આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બાઈક આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા બાઈક સવારે બાઈક પ્રીતમ સોસાયટીથી નવજીવન ઝૂપડપટ્ટી બાજુ હંકારી મુકતા પોલીસે તેનો પીછો કરી અટકાવી હતી જયારે બુટલેગર સહીત બે ઈસમો ફરાર થઇ ગયા હતા પોલીસે બાઈક ઉપરથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી કુલ 84 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: