દાહોદમાં ખેડૂત બની લાભ લેનારને બોગસ ખેડૂત જાહેર કરાતા ભૂમાફિયાઓમા ખળભળાટ, આખા ગુજરાતમાં તપાસ કરાશે | In Dahod, the beneficiary who became a farmer was declared a bogus farmer, there is a stir in the land mafia, the entire Gujarat will be investigated. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, The Beneficiary Who Became A Farmer Was Declared A Bogus Farmer, There Is A Stir In The Land Mafia, The Entire Gujarat Will Be Investigated.

દાહોદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં જમીનો અને મિલકતના ભાવ રાજ્યના અન્ય શહેરો કરતા વધુ હોય મોટાપાયે જમીન અને મિલકતની લે વેચ થતી હોય છે અને તેનો લાભ લેવા બોગસ ખેડૂતો બનવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે ગોધરા નો એક કિસ્સા બોગસ ખેડૂત બન્યો હોવાનું ધ્યાને આવતા દાહોદ મામલતદાર એ નોટિસો આપવા છતાં એક પણ પુરાવો ખેડૂત તરીકેનો રજૂ ન કરતા તેને બોગસ ખેડૂત જાહેર કર્યો હતો. તેમજ બોગસ બનેલા ખેડૂત ના નામે રાજ્યમાં જે કંઈ પણ જમીનો હશે તે રાજ્ય હસ્તક કરવામાં આવશે તેવું પણ મામલતદાર એ જણાવ્યું છે.

પોતે ખેડૂત હોવાનુ પુરવાર કરવામા નિષ્ફળ
દાહોદના મામલતદાર સમક્ષ ઘણા બધા વિસ્તારોમાંથી અનેક ફરિયાદ અને અરજીઓ મળી હતી જેમાં બોગસ ખેડુતો બની ખેતીની જમીનો લઈ વેપલો કરતાં હોય છે. જેના કારણે સરકારને આર્થિક નુકસાન થતું હોય છે. અને સરકારનો નિયમજ છે કે બીન ખેડુત હોય તેઓને ખેતીની જમીન ન મળી શકે. ઉઠેલી ફરિયાદો અને અરજીઓને ધ્યાનમાં રાખી આવા પ્રકાશમાં આવેલા કિસ્સોને દાહોદ મામલતદાર દ્વારા ઝીણવટ ભરી તપાસ કરતાં જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતો અબ્દુલ રહીમ અબ્દુલ સતાર ફોદા જેઓ બીન ખેડુત હોવા છતાં બોગસ ખેડુત બની દાહોદમાં ખેતીની જમીન લઈ ધંધો કરતો હતો. આ મામલે દાહોદના મામલતદાર દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી અને આ મામલે ઉપરોક્ત બોગસ ખેડુતને મામલતદાર દ્વારા વખતો વખત નોટીસો પણ ફટકારવામાં આવી હતી. જેમાં નોટીસના અંતે પણ ઉપરોક્ત બોગસ ખેડુત હાજર રહ્યો ન હતો. પોતાનો બચાવ કરવા માટે પણ કોઈ પ્રયત્ન કરેલ ન હતો .દાહોદના મામલદારે ગણોતધારાના કાયદા મુજબ કલમ ૬૩ મુજબની નોટીસો પણ આપવામાં આવી હતી. બોગસ ખેડુતને સાંભળવાનો પણ ખુબ પ્રયત્ન મામલતદાર દ્વારા કરવામાં આવ્યો હતો .પરંતુ તેઓએ નોટીસોનો કોઈ જવાબ ન આપી તેમજ પોતાનો ખેડુત હોવાનો બચાવ કરી શક્યો ન હતો. ઉપરોક્ત બોગસ ખેડુતે વખતો વખતની નોટીસોના જવાબમાં હાજર ન રહી અને એકપણ પુરાવો દાહોદ મામલતદાર સમક્ષ રજુ ન કરતાં આખરે મામલતદાર દ્વારા એક તરફે આ મામલે નિર્ણય કરવાની ફરજ પડી હતી.

આખાયે ગુજરાતમાં તપાસ કરાશે
જેમાં અબ્દુલ રહીમ અબ્દુલ સતાર ફોદા ખેડુત ખાતેદાર તરીકે ખોટા હતાં. જેથી તેને બોગસ ખેડુત (બીન ખેડુત) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. અબ્દુલ રહીમ અબ્દુલ સતાર ફોદા નામે જે કોઈ ખેતીની જમીનો ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ હશે તે તમામ સ્થળોએ આ હુકમો જશે અને તે જમીનો સરકારી પડતર જમીનોમાં સામેલ થશે. દાહોદ મામલતદાર દ્વારા આ બોગસ ખેડુતને બીન ખેડુત જાહેર કરતાં દાહોદ જિલ્લાના બોગસ ખેડુતોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.

અપીલના દરવાજા ખુલ્લા છે,આ આખરી નિર્ણય નથી.
​​​​​​​
દાહોદમા ભૂમાફિયાઓની લડાઈ નવી વાત નથી.આ પહેલા પણ બોગસ ખેડૂતો જાહેર થયા હોવા છતા હજીયે આવા તત્વો હયાત છે.ત્યારે બીજી કોઈ કાર્યવાહી હાથ ધરાશે કે કેમ તે હાલ જાણવા મળ્યુ નથી.મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યુ હતુ કે એક કેસ હાઈકોર્ટમા પેન્ડીંગ છે અને બીજા એક સર્વેમા કાર્યવાહી હાથ ધરવામા આવી છે.જો કોઈની રજૂઆત આવશે તો તપાસ કરી કાર્યવાહી કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ હુકમ સામે પ્રાત અધિકારી તેમજ કલેક્ટર સુધી અપીલ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post