No results found

    દરિયાપુરમાં યુવકોએ જાહેરમાં કેક કાપી ડાન્સ કર્યો, શાહીબાગમાં ત્રણ શખસોએ આઇસક્રિમની દુકાનમાં તોડફોડ કરી | In Daryapur, youths cut cakes and danced in public, three men ransacked an ice-cream shop in Shahibaug. | Times Of Ahmedabad

    અમદાવાદ10 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    શહેરમાં અસામાજિક તત્વોના આતંકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ 2 કિસ્સા સામે આવ્યા છે જેમાં દરિયપુરમાં કાયદા વ્યવસ્થાનો ભંગ કરીને જાહેરમાં તલવાર વડે કેક કાપીને ડાન્સ કરતા યુવકોનો વિડિઓ સામે આવ્યો હતો.શાહીબાગમાં આઈસક્રીમની દુકાનમાં ઘુસીને અસામાજિક તત્વો તોડફોડ કરીને મારામારી કરી રહ્યા હતા જેના સીસીટીવી સામે આવ્યા છે.બંને મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને જેલના હવાલે કર્યા હતા.

    શહેરના દરિયાપુર વિસ્તારનો એક વીડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં તેજસ ઠાકોર નામનો યુવક તેના જન્મદિવસની ઉજવણી તલવારથી સંખ્યાબંધ કેક કાપીને કરી રહ્યો હોવાનુ જણાય છે. આ વીડીયો મામલે દરિયાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.સોશીયલ મીડીયામાં વાયરલ વીડીયોમાં દરિયાપુર વિસ્તારમાં તેજસ ઠાકોર કાયદાની કોઈ બીક નહોય તેમ પોતાના સાથીદારો સાથે તલવાર લઈને કેક કાપવા માટે ઉભેલો જણાય છે. થોડીવાર બાદ સાથીદારોનો શોરબકોર વચ્ચે તેણે પોતાની પાસેની તલવારથી એક પછી એક એક પાંચ થી છ જેટલા અલગ અલગ કેક પર તલવારના ઘા મારી કેક કાપતો નજરે પડે છે. ત્યારબાદ તેના સાથીઓ સંગીતની તાલે ઝુમતા નજરે પડે છે.

    આ વીડીયો ફરતો થતા સ્થાનિક પોલીસ એકશનમાં આવી ગઈ છે.આ સાથે તેના જન્મદિનનો વીડીયો સોશીયલ મીડીયામાં ફરતો થતા પોલીસ હવે શુ પગલાં લેશે તેના પર લોકોની નજર છે. જાહેરમાં તલવારથી બર્થ ડે કેક કાપતો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપીને પકડ્યા હોવાની વિગત સામે આવી છે.

    શાહીબાગમાં ખોડીદાસની ચાલીની બહાર આઈસક્રીમની દુકાન ચલાવતા કૈલાશ તેલી અને તેમના પત્ની ક્રિષ્નાબેન દુકાને હાજર હતા ત્યારે 25 એપ્રિલે રાતના સમયે કિશાન વિહોલ,રવિ વિહોલ અને એક અજાણ્યો શખ્સ આઈસક્રીમની દુકાને આવ્યા હતા.અગાઉ કિશનને કૈલાશભાઈ સાતગહે તકરાર થઇ હતી જે બાબતે ફરિયાદ કરી હતી તેની અદાવત રાખીને કિશન તેની સાથે 2 વ્યક્તિઓને લઈને કૈલાશભાઈની દુકાને જઈને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

    મારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરે છે કહીને બીભત્સ ગાળો આપીને ઝપાઝપી કરી ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.એટલું જ નહીં સાથે આવેલા 2 શખ્સો લાકડાનાં દંડા વડે દુકાનમાં આમતેમ તોડફોડ કરવા લાગ્યો હતો.દુકાન બહારની લારીઓ અને એક્ટિવામાં પણ તોડફોડ કરી હતી.સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હતી જેથી સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.ઘરના બારી અને લાકડાના દરવાજા પણ તોડી નાખ્યા હતા.આ ઉપરાંત જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال