આંકલાવના હરખાપુરામાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ જામી, પોલીસે દરોડો પાડી છ શખસને પકડી પાડ્યા | In Harkhapura of Anklav, there was a drunken party during the birthday celebration, police raided and arrested six persons. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Harkhapura Of Anklav, There Was A Drunken Party During The Birthday Celebration, Police Raided And Arrested Six Persons.

આણંદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આંકલાવના હરખાપુરા ગામમાં જન્મ દિવસ નિમિત્તે દારૂની મહેફિલ મંડાણી હતી. જે બાતમી પોલીસને મળતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહેફિલ માણતા છ શખસને પકડી પાડ્યાં હતાં. આ અંગે છ સામે ગુનો નોંધાયો હતો.

આંકલાવ પોલીસે બાતમી આધારે હરખાપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. આ અંગે પુછપરછ કરતાં કસુંબાડ – આસોદર રોડ, સ્મશાન સામે આવેલા ખેતરની ઓરડીમાં વિદેશી દારૂની મહેફિલ પકડી પાડી હતી. પોલીસનો દરોડો પડ્યો તે સમયે કેટલાક શખસો રાજાપાઠમાં ડિસ્કો કરતા હતા. જેથી પોલીસે તમામની અટક કરી તપાસ કરતા ઓરડીમાંથી બે અડધા ક્વાટરીયા, બિયરના ટીન, થમ્સઅપની તોડેલી બોટલ, વેફરના પેકેટ સહિતની વસ્તુઓ મળી આવી હતી.

આથી, પકડાયેલા શખસોની પુછપરછ કરતાં તે નિર્મલ ઉર્ફે નીમો વિનુ પઢિયાર (આસોદર), મુકેશ અરવિંદ પઢિયાર (રહે.આસોદર), દિપક ઉર્ફે સચીન વિજય પઢિયાર (રહે.મુંજકુવા), ચંદ્રકાંત ઉર્ફે ટીલો અંબાલાલ વાળંદ (રહે. આસોદર), ચિરાગ વિનુ રાઠોડ (રહે. ઢુંઢાકુવા) તેમજ યોગેશ ઉર્ફે મિથુન પૂનમ જાદવ (રહે.દાવોલ)ના હોવાનું જણાવ્યું હતું. આ શખસો નિર્મલ ર્ફે નિમાના જન્મ દિવસને લઇ પાર્ટીનું આયોજન કર્યું હતું. આંકલાવ પોલીસે સ્થળ પરથી રોકડા 1070, પાંચ મોબાઇલ, પાંચ બાઇક સહિત કુલ રૂ.1,28,870નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post