Sunday, April 30, 2023

નારોલમાં દુકાનદારે ગાળો બોલવાની મનાઈ કરતા, ચાર શખ્સોએ તલવાર-દંડા વડે હુમલો કર્યો | In Narol, shopkeeper forbade swearing, four men vandalized with swords and sticks | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પાન પાર્લર અને ભાજીપાઉંની દુકાન પર ત્રણ શખ્સો ગાળો બોલી રહ્યા હતા. જેમને દુકાન માલિકે ગાળો બોલવાની ના પડતા ચાર શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી દુકાન માલિક સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લાફો મારીને ત્યાંથી નીકળી ગયા
નારોલ અસલાલી સર્વિસ રોડ પર બીરેનભારતી ગોસ્વામીનું પાન પાર્લર,સોડાશોપ અને પાઉંભાજીની દુકાન છે.ગઈકાલે રાતે દુકાન પર બીરેનભાઈ, અક્ષય પરમાર અને વિશાલ ગોસ્વામી હાજર હતા ત્યારે ચિરાગ મરાઠી,પુષ્પેન્દ્ર અને વિરાજ પ્રજાપતિ નામના 3 શખ્સ આવ્યા હતા.ત્રણેય દુકાન પાસે ગાળાગાળી કરી રહ્યા હતા0 જેમને બીરેને ગાળો બોલવાની ના પાડતા બીરેનને ગુસ્સામાં લાફો મારીને ત્યાંથી નીકળી ગયા હતા.

તલવારનો ઘા માર્યો
થોડીવાર બાદ ચિરાગ, પુષ્પેન્દ્ર,વિરાજ અને તુષાર એમ ચાર વ્યક્તિ હાથમાં તલવાર અંર દંડા લઈને આવ્યા અને દુકાન પર બેઠેલા ત્રણેયને ગાળો બોલવા લાગ્યા હતા.આ ઉપરાંત દુકાનમાં તોડફોડ કરવા લાગ્યા હતા.બીરેનને આંખના ઉપર અને હોઠ પર તલવારનો ઘા માર્યો હતો.અન્ય બે વ્યક્તિઓને પણ દંડાથી માર્યા હતા.આજુબાજુના માણસો છોડાવવા આવતા તેમના સાથે પણ ઝપાઝપી કરી હતી.જતા જતા પણ જાનથી મારી નાખવની ધમકી આપી હતી. બીરેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેને ચારેય વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.