સુરેન્દ્રનગરમાં ખેતરમાંથી સાયલાના વૃદ્ધની લાશ મળી આવી, પુત્રના મૃત્યુ બાદ છ દીકરીના પિતાના મોતથી ગમગિમીનો માહોલ | In Surendranagar, Sayla's old body was found in the field, after the death of the son, the situation is sad after the death of the father of six daughters. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In Surendranagar, Sayla’s Old Body Was Found In The Field, After The Death Of The Son, The Situation Is Sad After The Death Of The Father Of Six Daughters.

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી હાઈવે પાસે આવેલા સુરેન્દ્રનગર બાયપાસ પાસેના એક ખેતરમાંથી 60 વર્ષના વૃધ્ધની લાશ મળી હતી. પોલીસની તપાસમાં આ વૃદ્ધ સાયલાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતુ. મૃતદેહને પીએમ માટે મોકલી આપી પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.

સાયલા લીંબડી હાઇવે પર આવેલા સર્વે નંબર 2030 પૈકી 270/1/13 વાળા ખેતરની જગ્યા પરથી સાંજના મૃત હાલતમાં કોઈ માણસ પડ્યું હતું. ઘટનાસ્થળની વિગતો સાથેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી ત્યારે તેની ઓળખ કરતા મૃતક સાયલાના વૃધ્ધ પોપટભાઈ રામાભાઈ મીર (ઉં.વ.60) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકને છ દીકરી અને એક પુત્ર છે. જ્યારે પુત્ર અગાઉ મૃત્યુ પામેલો છે. ચાર દીકરી પરણિત અને બે અપરણિત છે. સાયલા પોલીસે મૃતદેહને પીએમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પેનલ પીએમની શક્યતા જણાઈ રહી છે. ત્યારે હત્યા છે કે અન્ય કોઈ કારણ તેની તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post