No results found

    IPLની મેચ ઉપર સોફ્ટવેરનો ઉપયોગ કરી સટ્ટો ચલાવતા હતા; ત્રણ ઇસમોને કુલ 17.11 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા | Betting on IPL matches using software; Three Isamoans were arrested with a total worth of 17.11 lakhs | Times Of Ahmedabad

    ડાંગ (આહવા)7 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ગિરિમથક સાપુતારા નજીકના શામગહાન નજીક ટેન્ટ સિટીમાં રૂમ ભાડે રાખી હાલ રમાઈ રહેલી IPL 20-20માં ગ્રાહકો સાથે લાઈવ સટ્ટો(જુગાર) રમાડનાર ત્રણ શખ્સોને સાપુતારા પોલીસે દબોચી તેઓ પાસેથી કુલ રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

    પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સાપુતારા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ડાંગ LCB PSI જે. એસ. વળવી એ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના શામગહાન ગામ નજીક જોગબરી જતા માર્ગ પર આવેલી ધી ગ્રીન ટેન્ટ સીટી એન્ડ એડવેન્ચર પાર્કમાં હાલ રમાઈ રહેલી IPL 20-20 ક્રિકેટ મેચ પર મોબાઇલ અને લેપટોપથી જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી.

    બાતમીના આધારે સાપુતારા PSI કે.જે. નિરંજન સ્ટાફે બાતમી વાળા સ્થળે જઈ રેડ કરતા મનીષ રમેશ રંગાણી ઉ. વ. 44 રહે બ્લોક નં. 101 રાધેશ્યામ કોમ્પલેક્ષ, રાજકોટ અને સાગર ગોબર જેતપુરિયા ઉ.વ. 34 રહે B 12 ગ્રીન પાર્ક શેરી ચારણ વાડીની પાસે ભક્તિ નગર રાજકોટ ટેબલ પર લાઈવ મેચ જોતા હતા. તે આધારે અનિલ સેવરામ તલાડિયા ઉ.વ. 50 રહે. શાસ્ત્રી નગર શેરી પોપટ પરા નાલાની સામે જંક્શન પ્લોટ રાજકોટ મોબાઇલ પર ગ્રાહકો સાથે વાતચીત કરી ટીમના સેશન દર સેશન ઉપર દાવ લગાડી જુગાર રમાડતો પકડાયો હતો.

    આ ત્રણે ઈસમો પાસેથી પોલીસે રોકડા રૂ. 50,560 લેપટોપ નંગ 02 જેની કિંમત રૂ 40 હજાર, ટેબ્લેટ નંગ 1 જેની કિંમત રૂ. 10 હજાર, મોબાઇલ 16 નંગ જેની કિંમત 1,10,500 અને ટોયોટા અર્બન ક્રૂઝર કારની કિંમત રૂ. 15 લાખ ગણી કુલ રૂ. 17,11,060નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ત્રણે વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે અ.હે.કો. વીનેશ શિવાભાઈ ચૌધરીએ જુગાર ધારા કલમ નં. 4,5 મુજબ ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ સાપુતારા PSI કે. જે. નિરંજને હાથ ધરી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال