Saturday, April 8, 2023

પરીક્ષામાં સ્માર્ટ વોચ લઇ જવાની પણ મનાઇ | It is also forbidden to carry a smart watch in the exam | Times Of Ahmedabad

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભે વિગતો આપતા જિલ્લા કલેકટર, અધિકારીને બીજી શાળામાં સેન્ટર ફાળવાશે

જૂનાગઢ જિલ્લામાં 9 એપ્રિલના 79 કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. આ સંદર્ભે પરીક્ષાર્થી ઉમેદવારો માટે સવલતો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ અને જરૂરી વ્યવસ્થાઓની વિગત નવનિયુક્ત કલેક્ટર અનિલ કુમાર રાણાવાસીયાએ આપી હતી.

તેમણે જણાવ્યું કે,આ પરીક્ષામાં 23,220 જેટલા ઉમેદવારો અપેક્ષિત છે. પરીક્ષા માટે 136 અધિકારી, પરીક્ષા કેન્દ્રો વાર એક નિરિક્ષક એટલે કે, 79 બોર્ડના પ્રતિનિધિ, અંદાજિત 1439 જેટલા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ, 430 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. ઉપરાંત સિનિયર કક્ષાના બે અધિકારીઓ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર દેખરેખ રાખશે.દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર વાઇઝ એક નિરીક્ષક સીસીટીવીના માધ્યમથી પરીક્ષા પ્રક્રિયા ઉપર નજર રાખશે. ઉપરાંત 15 જેટલી ફ્લાઈંગ સ્કોડની ટીમ પણ વિવિધ કેન્દ્રો પર જઈ પરીક્ષા પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.

અધિકારીને બીજી શાળામાં ફરજ સોંપાશે સાથે આ કેન્દ્ર પર મારો કોઇ સગોવ્હાલો નથી તેનું પ્રમાણપત્ર લેવાશે. પરીક્ષાર્થીઓ માટે 234 એસટી બસ ફાળવાઇ છે.ઉપરાંત પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે પીજીવીસીએલ સાથે સંકલન સાધવામાં આવ્યું છે.પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટુથ વગેરે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ લઈ જવા પર પ્રતિબંધિત છે. ફોટો આઈડી પ્રૂફ અને હોલ ટિકિટ અચૂક સાથે લઈ જવાની રહેશે.પેપર લીકના મામલામાં રાજ્ય સરકારે કડક કાયદો ઘડ્યો છે.

આ ગુનો આચારનારને 10 વર્ષ સુધીની સજા અને 1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.પરીક્ષાર્થી ઉમેદવારોના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર 0285 2636032 પર સંપર્ક કરી શકશે. આ તકે ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર પી.જી. પટેલ, ડીડીઓ મિરાંત પરીખ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

ઉમેદવારને 11: 45 પછી પ્રવેેશ નહીં
પીવાના પાણીની બોટલ પણ નહિ લઇ જઇ શકાય. પીવાના પાણીની પુરતી વ્યવસ્થા છે. ગેરરિતી થાય તો બોર્ડના પ્રતિનિધીની જવાબદારી.પરીક્ષાના 3 કલાક પહેલા અધિકારી, કર્મચારી, પટ્ટાવાળા, પોલીસ મોબાઇલ લઇ લેવાશે. ઉમેદવારને 11:45 પછી પરીક્ષામાં પ્રવેશ નહિ મળે.

અન્ય સમાચારો પણ છે…