- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Jamkandorana’s Wife Would Ask For A Sofa washing Machine, And If He Gets Sick, He Would Say, “Your Father Has Not Given You Anything.”
25 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ઈન્દિરાનગરમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જામનગર વિનાયક પાર્કમાં રહેતા પતિ પ્રતિક રમેશભાઈ અંકલેશ્ર્વરીયા, સસરા રમેશભાઈ છગનભાઈ અંકલેશ્ર્વરીયા, સાસુ ચેતનાબેન અને નણંદ કિર્તિકાબેન પાર્થ કુમાર પંડ્યયાના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.27.11.2022 ના રોજ તેના લગ્ન પ્રતિક સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ કહેતા તને ઘરકામ આવડતું નથી. તારા બાપે તને કરિયાવર આપેલ નથી. તુ ભુખેલની દિકરી છો, તારા બાપે સોફા કે વોશીંગ મશીન આપેલ નથી. તેમ કહી માવતરેથી દહેજ લઈ આવવાનું કહેતા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, પરિવારજનો મારા પતિ પ્રતિકને વિદેશ મોકલી દેવાનું કહેતા હતા અને મને માવતરે જતી રહેવા કહેતા હતા. વારંવાર મને તુ માનસિક બીમાર છો તુ ગાંડી થઈ ગઈ છો તારી દવા કરાવી પડશે તેવા ટોણા માર્રતા હતા. પતિ ઘરે મોડો આવતા કેમ મોડુ થાય તેમ પુછતા ઝઘડો કરી ગાળો દેવા લાગેલ હતા. એટલું જ નહીં હું જ્યારે બીમાર પડું ત્યારે મને દવાખાને પણ લઈ જતા ન હતા.
રોજના ઝઘડાથી કંટાળી અગાઉ એક વખત રિસામણે જતી રહી હતી ત્યાર બાદ સમાધાન કરી તેડી ગયા હતા અને એક મહિના પહેલા પતિએ મારા પિતાને ફોન કરીને કહેલ કે મારે તમારી દીકરી જોઈતી નથી. તમે આવી અને તેને તેડી જાવ ત્યારથી હું માવતરે રહું છું. અને આખરે કંટાળી આજે મહિલા પોલીસ મથકમાં સાસરિયા સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી રહી છું. પોલીસે પતિ સહીત સાસરિયાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી કર્યવાહી હાથ ધરી છે.