વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક મહિલાના મોબાઈલ ફોન ઉપર અચાનક ટ્રાવેલ્સ એજન્સીઓના ફોન આવવા લાગ્યા હતા. અને મહિલાએ તેમની સાઇટ વિઝિટ કરી હોવાનું જણાવતા હતા. મહિલા કંટાળી જતા મહિલાએ તાત્કાલિક સાઇબર ક્રાઇમની ટીમને ફરિયાદ કરી હતી. અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તે કેસમાં સાઇબર ક્રાઇમની ટીમે ગણતરીના કલાકોમાં ટ્રાવેલ્સની વેબસાઈટ ઉપર કસ્ટમર તરીકે મહિલાનો નંબર આપીને મહિલાને કનડગત કરવાના કેસમાં આરોપીની ગણતરીના કલાકોમાં સાઇબર ક્રાઇમની ટીમે આરોપીને વાપીથી ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી મહિલાનો નંબર નજીકમાં રહેતા અજાણ્યા યુવકના હાથ લાગ્યો હતો. તે યુવકે ટ્રાવેલ્સ સાઈટની વિઝિટ કરી દેશના અલગ અલગ વિસ્તારમાં ફરવા જવા માટે ઇન્કવાયરી કરી હતી. અને કસ્ટમર તરીકે મહિલાનો મોબાઈલ નંબર આપતો હતો. થોડા દિવસો બાદ અલગ અલગ ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા મહિલાને દેશના અલગ અલગ વિસ્તારમાં ફરવા જવા પેકેજ ઓફર થવા લાગી મોબાઈલ ઉપર SMS અને સોશ્યલ મીડિયાના માધ્યમથી માહિતીઓ આવવા લાગી હતી. જેનાથી મહિલા કંટાળી ગઈ હતી.
મહિલાએ ટ્રાવેલ્સ એજન્સીઓને તેમનો નંબર ક્યાંથી મળ્યો બાબતે ઇન્કવાયરી કરતા સાઇટ વિઝિટ કરનાર કસ્ટમરે તેમનો નંબર એડ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહિલાએ તાત્કાલિક વલસાડ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમ વિરુદ્ધ 6ઠ્ઠી એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે અલગ અલગ ટ્રાવેલ્સ એજન્સી પાસેથી IP નંબર મેળવી ચેક કરતા વાપીના કસ્ટમ રોડ ઉપર રહેતા આશિક અઝીઝ ખોજાની સંડોવણી બહાર આવતા સાઇબર ક્રાઇમની ટીમે આરોપી આશિક ખોજાની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. જેમાં મહિલાઓને કનડગત કરવા માટે મહિલાઓના નંબર મેળવી ટ્રાવેલ્સની સાઈડ ઉપર વિઝીટરનો નંબરની ડિટેલમાં મહિલાનો મોબાઈલ નંબર નાખી મહિલાને કનડગત કરી હોવાની કબૂલાત કરી હતી.