No results found

    અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ, બંને ટીમના સપોર્ટમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા | A match between Gujarat Titans and Rajasthan Royals in Ahmedabad, a large number of spectators turned up in support of both the teams | Times Of Ahmedabad

    અમદાવાદ7 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLની મેચ રમવાની છે. સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓ મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ બંને ટીમ અને તેમના ફેન્સને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની ભીડ જોવા મળી છે. રાજસ્થાન રોયલ્સની ટીમને સપોર્ટ કરવા માટે રાજસ્થાનથી પણ કેટલાક દર્શકો આવ્યા છે.

    મોદી સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર પોલીસ બંદોબસ્ત
    આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલસ વચ્ચે યોજાનારી મેચને લઈ પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોદી સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટિકિટની કાળા બજારી કરનારા લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા પણ સ્ટેડિયમની બહાર મેચની ટિકિટ કાળા બજારી કરનારા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે.

    સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની ભીડ

    સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની ભીડ

    રાજસ્થાનથી રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા આવેલા યુવકો

    રાજસ્થાનથી રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા આવેલા યુવકો

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال