Thursday, April 27, 2023

ખંડણી વસુલનાર ત્રણ ઇસમોની ટોળકી MPથી ઝડપાઈ; 2.16 લાખની રોકડ અને ગુનામાં વપરાયેલી ઇકો કાર કબ્જે કરાઈ | Gang of three extortionists nabbed from MP; 2.16 lakh in cash and the Eco car used in the crime were seized | Times Of Ahmedabad

મોરબી2 કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી તાલુકા વિસ્તારમાંથી ઉદ્યોગપતિનું અપહરણ કરી ખંડણીના પૈસા વસુલી અપહરણ કરનાર ટોળકી મધ્યપ્રદેશ નાસી ગઈ હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ ટીમે મધ્યપ્રદેશથી ત્રણ ઇસમોને ઝડપી લઈને ખંડણી પેટે મેળવેલ રૂ. 2.16 લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર સહિત કુલ રૂ. 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબીના ઘૂટું ગામથી તલાવીયા શનાળા તરફ જતા રોડ પરથી કારખાનેદરનું અપહરણ કરી છોડાવવાના બદલામાં રૂ. 5 લાખની ખંડણી વસુલી જીજ્ઞેશ મહાદેવભાઈ ભટ્ટાસણાને અમદાવાદ નજીક ઉતારી એમપી તરફ નાસી ગયા હતા. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસથી આરોપીઓનો રૂટ તપાસતા ઇકો કાર લઈને મધ્યપ્રદેશ તરફ ગયા હોવાની બાતમી મળી હતી.

જેથી મધ્યપ્રદેશ એક ટીમ તપાસમાં રવાના કરી હતી. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના સરસગાવ ગામેથી આરોપી રોહિત ઉર્ફે રાજકુમાર નાનુરામ મંડલોઈ (ઉ.વ.23) રહે મધ્યપ્રદેશ, જયંતકુમાર હરિહર બહેરા (ઉ.વ.30) અને તપનકુમાર ઉર્ફે મનોજ હરિહર બહેરા (ઉ.વ.27) રહે બંને ઓરિસ્સા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ખંડણી પેટે મેળવેલા રૂ. 2.16 લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર એમપી 9 ઝેડસી 2778 કીંમત રૂ. 2 લાખ મળીને કુલ રૂ. 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો અન્ય આરોપી પવન ખુમસિંગ નરગેસ અને રાજેશ ગજાનંદ નરગાંવે રહે બંને એમપી વાળાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts: