No results found

    વડોદરાની MS યુનિ.માં 800થી વધુ હંગામી કર્મીએ કાયમી કરવાની માગ સાથે ધરણા કરી રામધૂન બોલાવી, ઉગ્ર આંદોલનની ચીમકી | More than 800 employees of MS University, Vadodara staged a dharna at the head office and chanted Ramdhun, raising the alarm of a fierce agitation. | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Vadodara
    • More Than 800 Employees Of MS University, Vadodara Staged A Dharna At The Head Office And Chanted Ramdhun, Raising The Alarm Of A Fierce Agitation.

    વડોદરા23 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    ધરણા પર બેઠેલા હંગામી કર્મચારીઓ. - Divya Bhaskar

    ધરણા પર બેઠેલા હંગામી કર્મચારીઓ.

    વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં કામ કરતા 800થી વધુ હંગામી કર્મચારીએ આજે હેડ ઓફિસ ખાતે ધરણા કર્યાં હતા. જ્યાં રામધૂન બોલાવીને કાયમી કરવાની અને પગાર વધારાની માગ કરવામાં આવી હતી. જો આવનારા દિવસોમાં માગ નહીં સ્વીકારવામાં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. આ ઉપરાંત સયાજીરાવ યુનિવર્સિટીમાં ખાનગીકરણ તાત્કાલિક રોકવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.

    ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી
    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હંગામી કર્મચારી યુનિયન વાઇસ ચાન્સેલરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 20 વર્ષથી વધારે સમયથી હંગામી કર્મચારીઓને કાયમી નથી કર્યા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓ દ્વારા ઓગસ્ટ-2022માં એક આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય માંગણી તમામ હંગામી કર્મચારી ઓને સિનિયોરિટી પ્રમાણે કાયમી કરવામાં આવે અને જ્યાં સુધી કાયમી કરવાની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી ફિક્સ કર્મચારીઓનો પગાર ગુજરાત સરકારનાં નિયમ મુજબ વર્ગ-3ને 19,500 અને વર્ગ- 4ને 16,500 છે તે આપવામાં આવે. આંદોલન સમયે યુનિવર્સિટીનાં રજીસ્ટારે તમામ મુદ્દા સ્વીકારીને મૌખિક બાંહેધારી આપી હતી. જેથી તેમની મૌખિક બાંહેધારી સ્વીકારી આંદોલન સમેટ્યું હતું. સાથે રજીસ્ટારને જાણ કરી હતી કે, જો તમે આપેલી મૌખિક બાંહેધારીનું પાલન નહીં કરો તો આ આંદોલન ફરીથી ચાલુ કરીશુ.

    અમને પુરો પગાર મળ્યો નથી
    જે-તે સમયે રજીસ્ટારે કહ્યું હતું કે, ‘તમારા મુદ્દા હું માન્ય રાખું છું તેનો સ્વીકાર ના થાય તો તમે આંદોલન કરજો’, હવે છેલ્લા 8 મહિના વીતી ગયા કોઈ હજુ સુધી કાયમી થયું નથી. અને જે પગાર વધારાની માંગણી હતી તે પણ પુરે પુરો પગાર નથી મળ્યો અને તેમાં પણ 24% પીએફ કાપવામાં આવે છે, જે ખુબ જ ખોટું છે એટલે ટૂંકમાં તમે અમારી કોઈ પણ માંગણી સ્વીકારી નથી. રજીસ્ટારે બાંહેધારીનો ભંગ કર્યો છે. 800થી વધારે કર્મચારીઓની લાગણી દુભાવી છે. એટલે અમે અમારા હક માટે આંદોલન શરૂ કરીએ છીએ અને આજથી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન અમે રામધૂન કરીને હેડ આફિસથી શરૂ કર્યું છે અને આજે ધરણા કર્યાં છે અને આગામી દિવસોમાં અચોક્ક્સ મુદત હડતાલ તરફ આગળ વધીશુ. આવનાર દિવસોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી કોલેજોમાં પરીક્ષા અંગેની તમામ કાર્યવાહી અને જવાબદારીનો બહિષ્કાર કરીશું અને આ આંદોલનમાં વધુમાં વધુ કર્મચારીઓ જોડાશે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

    શું છે હંગામી કર્મચારીઓની માંગણીઓ

    • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના તમામ 800થી હંગામી કર્મચારીઓને સિનિયોરિટી પ્રમાણે તાત્કાલિક કાયમી કરવાનો આદેશપત્ર આપવામાં આવે. – સરકારી ભરતી તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આઉટસોર્સીંગથી ભરતી કરવામાં આવી રહી છે તેનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આઉટસોર્સીંગની પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ નાં થાય તેના માટે માંગણી કરીએ છે અને જો થશે તો કર્મચારીઓના હીતમાં હડતાલ કરવામાં આવશે. બરોડ
    • સુપ્રીમ કોર્ટના ગાઈડ લાઈન પ્રમણે સમાન કામ સમાન વેતન (Equal Work Equal Pay) સહુ હંગામી કર્મચારીઓને કાયમી કર્મચારી જેટલા જ ધોરણ પગાર આપવામાં આવે.
    • હંગામી કર્મચારીઓના રિટાયરમેન્ટ પછી તેઓને જે કંઈ પણ રીટાયરમેન્ટ બેનિફિટ કાયદા પ્રમાણે મળવા પાત્ર હોય તે ચૂકવવામાં આવે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال