No results found

    રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જઈ રહેલા કાર્યકરોને મોટી સંખ્યામાં નવસારી જિલ્લા પોલીસે ડીટેઇન કર્યા | Navsari district police detained a large number of activists going to Surat in support of Rahul Gandhi | Times Of Ahmedabad

    નવસારી3 કલાક પહેલા

    • કૉપી લિંક

    સુરતની કોર્ટમાં હાજરી આપવા આવી રહેલા કોંગ્રેસના રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસી કાર્યકરો સુરત પહોંચી રહ્યા હોવાના સમાચાર પોલીસને મળતા તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તમામ કાર્યકરોને ડિટેઇન આદેશ કરવામાં આવ્યા હતા જેને પગલે નવસારી જિલ્લાની ગ્રામ્ય જલાલપુર સહિતના અન્ય પોલીસ સ્ટેશનના કર્મીઓએ કોંગ્રેસી કાર્યકરોને ડીટેન કરવાની શરૂઆત કરી છે.

    સુરત પહોંચી કોંગ્રેસી કાર્યકરો હોબાળો ન મચાવે તેમજ કોઈ ધરણા પ્રદર્શન સહિત આંદોલન ન થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે મુંબઈથી 100 કારના કાફલા સાથે સુરત પહોંચતા કોંગ્રેસી કાર્યકરો ની નવસારી જિલ્લા પોલીસે અટકાયત કરી હતી જેમાં મુંબઈના કાર્યકરોને જલાલપુર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા.ચીખલી વાંસદા સહિતના આદિવાસી પંથકમાંથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોને સુરત પહોંચવાના આદેશ તથા જ તેઓ કાર ટુ-વ્હીલર તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સુરત જવા ઉપડ્યા હતા જેને રોકવા માટે પોલીસની ફોજ પણ તેના કરી દેવામાં આવી હતી

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال